Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

હિન્દી ભાષાની ‘‘નિમ્નશ્રેણી’’ પરીક્ષા આગામી ૨૨,૨૩ અને ૨૪ જુલાઇએ યોજાશે : કોવિડની ગાઇડ લાઇનનો ચુસ્ત અમલ કરાશે : માસ્ક સિવાય ઉમેદવારોને પ્રવેશ મળશે નહી

રાજકોટ તા૧૭ : ભાષા નિયામકશ્રીની કચેરી દ્વારા લેવાતી હિન્દી ભાષાની  ‘‘નિમ્નશ્રેણી’’ની  પરીક્ષા આગામી ૨૨,૨૩ અને ૨૪ જુલાઇ-૨૦૨૧ના રોજ સરકારી વાણિજ્ય કોલેજ, સેક્ટર-૧૫, ગાંધીનગર ખાતે યોજાશે. ઉમેદવારોએ કોવિડની ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. માસ્ક સિવાય ઉમેદવારોને પરીક્ષામાં પ્રવેશ મળશે નહિ એમ ભાષા નિયામકશ્રીની કચેરીની યાદીમાં જણાવાયુ છે. 

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર હિન્દી ભાષાની નિમ્નશ્રેણીની પરીક્ષાનું પેપર-૧ તા.૨૨/૭/૨૦૨૧ના રોજ બપોરે ૧૧-૦૦ થી ૧૪-૦૦ કલાકે, પેપર-૨ આજ દિવસે બપોરે ૧૫-૦૦ થી ૧૮-૦૦ કલાક દરમિયાન યોજાશે.

આ ઉપરાંત બોલચાલ શ્રેણી અને મૌખિક પરીક્ષા તા.૨૩/૭/૨૧ના રોજ સવારે ૧૧-૦૦ કલાકથી અને શ્રુતલેખન સાથે મૌખિક પરીક્ષા તા.૨૪/૭/૨૧ના રોજ ૧૧-૦૦ કલાકથી યોજાશે. તો જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોય તેવા સંબંધિત અધિકારી-કર્મચારીઓને પ્રવેશપત્ર ટપાલ દ્વારા મોકલી દેવાયા છે. તો અરજદારોએ પ્રવેશપત્ર અને કચેરીના ઓળખપત્ર સાથે ઉપસ્થિત રહેવા વધુમાં જણાવાયુ છે.

(4:29 pm IST)