Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધામડી ગામે કારમાં આવેલ શખ્સો પ્રૌઢ વેપારીનું અપહરણ કરી ફરાર થઇ જતા ગુનો દાખલ

સાબરકાંઠા:જિલ્લાના વડાલી તાલુકાના ધામડી ગામના સાબરદાણના એક પ્રોઢ વેપારીનુ ગુરૃવારે નવાનગર પાસેથી એસેન્ટ કારમાં આવેલા કેટલાક શખ્સોએ અપહરણ કરી જતા વેપારીના અપહરણની ઘટનાએ સમગ્ર વડાલી પંથકમાં સનસનાટી સર્જી દીધી હતી. સમી સાંજના વેપારીનુ અપહરણ કરનાર શખ્સોએ વેપારીના મોબાઈલ પરથી તેના પુત્રને રૂ. ૪૦ લાખની ખંડણી માગવા સાથે વેપારીને ખેરાલુ તાલુકાના ડાલીસણા ગામની એક ઓરડીમાં બંધક બનાવી મારમાર્યો હતો.

અપહરણની ઘટનાને પગલે વેપારીના પરીવારજનોમાં ભારે ચિંતાની લાગણી પ્રસરી જવા પામી હતી. ઘટનાનો ભોગ બનનાર અપહૃત વેપારીના પુત્રએ ગુરૃવારે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવ્યા બાદ અને સમગ્ર ઘટનાની ઉચ્ચ પોલીસ તંત્રને જાણ થયા બાદ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાની ગંભીરતાને જાણી અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાંજ પાંચ અપહરણ કારોને એલ.સી.બી.એ દબોચી અપહૃત વેપારીને અપહરણકારોની ચુંગાલમાંથી મુકત કરાવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

તાલુકાના ધામડી ગામે રહેતા અને ઈફકો સાબરદાણ ની એજન્સી ધરાવતા વેપારી જયંતિભાઈ પટેલ ગુરૃવારે મોરડગામના સાગરભાઈ પટેલ સાથે બાઈક પર નવાનગર જવા નિકળ્યા હતા ત્યારબાદ સાંજના ૪.૩૦ વાગ્યાના સુમારે નવાનગર પાસે એસેન્ટ કારમાં આવેલા ચાર શખ્સોએ સાગરભાઈની બાઈકને ઓવરટેક કરી બાઈક ઉભી રખાવી  કારમાં વેપારી જયંતિભાઈ રેવાભાઈ પટેલને કારમાં બેસાડી અપહરણ કરી ભાગી છુટયા હતા. ત્યારબાદ અપહરણ કારોએ ફોનથી જયંતિભાઈના પુત્રવધુ કે જેઓ ધામણી ગામના સંરપચ છે તેમ ને ફોન કરી રૂ. ૪૦ લાખની ખડણી માગી રૃપીયાની સગવડ કરી કાલુપુર આવી જવાનુ જણાવ્યુ હતું. વેપારીના અપહરણની ઘટનાની જાણ જિલ્લા પોલીસ અધિક્ષક નીરજકુમાર બડગુજરને થતા તેમણેે અપહૃત વેપારીને અપહરણકારોની ચુગલમાંથી છોડાવવા પોલીસની જુદી જુદી ટીમો બનાવવા સુચના કરી હતી.

(5:27 pm IST)