Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

કલોલ તાલુકાના રામનગરમાં ઘરની બહાર રમતી બાળકીને લાલચ આપી નરાધમે શારીરિક અડપલાં કરતા અરેરાટી મચી જવા પામી

કલોલ:તાલુકાના રામનગર ઈન્દિરાનગરમાં રહેતા ૬૦ વર્ષીય વૃધ્ધે ગઈકાલે મોડી સાંજે રમી રહેલી બાળકીને કાકડીની લાલચ આપીને ઘરમાં બોલાવી બાળકીના કપડાં ઉતારીને શારીરિક અડપલાં કર્યા હતા. બાળકી રડતી રડતી ઘરે પહોંચતાં આ મામલે માતાને જાણ કરતાં વૃધ્ધ સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને વૃધ્ધની અટકાયત કરીને બાળકીનું મેડીકલ કરાવવા માટેની તજવીજ હાથ ધરી છે.   

હાલમાં સમાજમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે ત્યારે માસુમ બાળકો પણ સલામત રહયા નથી. કલોલ તાલુકાના રામનગરમાં ઘર નજીક રમતી બાળકી ઉપર નજર બગાડીને વૃધ્ધે શારીરિક અડપલાં કર્યાની ફરિયાદ ઉઠવા પામી છે. આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કલોલના રામનગર ઈન્દીરાનગરમાં રહેતા પરિવારની બાળકી ગઈકાલે સાંજના સમયે રમી રહી હતી તે દરમ્યાન નજીકમાં રહેતાં ૬૦ વર્ષીય વૃધ્ધ રતિલાલ શંકરલાલ રાવતે આ બાળકીને કાકડી આપવાના બહાને ઘરે બોલાવી હતી અને બાળકી સાથે રતિલાલે વાતચીત કર્યા બાદ તેણીના કપડાં ઉતારીને શારીરિક અડપલાં શરૃ કર્યા હતા.જેના પગલે આ બાળકી ડઘાઈ ગઈ હતી અને રડતાં રડતાં તેની માતા પાસે પહોંચી હતી. જેથી માતાએ પુછતા બાળકીએ સમગ્ર હકીકત જણાવી હતી. જેના પગલે તેની માતા પણ વાત સાંભળીને ડઘાઈ ગઈ હતી. આ મામલે પરિવારજનોને જાણ કર્યા બાદ બાળકીની માતાએ કલોલ તાલુકા પોલીસ મથકમાં આ વૃધ્ધ સામે પોકસો અને આઈપીસી કલમ ૩૫૪ હેઠળ આરોપી રતિલાલ રાવત સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરી હતી. જયારે બાળકીનું મેડીકલ કરાવવા માટેની પણ તજવીજ શરૃ કરી હતી. વૃધ્ધની પત્નિ પિયર ગઈ હતી તે દરમ્યાન એકલતાનો લાભ લઈને તેને આ કૃત્ય આચર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી રહયું છે. 

(5:28 pm IST)