Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

દહેગામ તાલુકામાં વિવાદમાં પડેલ જમીન ખાલી કરવામાં ન આવતા ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

દહેગામ:તાલુકાની અગ્રણી સંસ્થા એવી તાલુકા કો.ઓ.પ્રોસેસિંગ સંસ્થા જમીન વિવાદમાં સપડાઈ છે. સંસ્થા પાસે રહેલ જમીન ભાડાપટ્ટે લેવામાં આવ્યા બાદ તે ભાડાપટ્ટો પૂર્ણ થવા છતાં તે ખાલી કરવામાં ન આવતાં જમીનના મુળ માલિકના વારસદાર લાંબા સમયથી આ મુદ્દે કાનૂનીરાહે લડત ચલાવી રહ્યા હતા. છેલ્લે થયેલા ઉચ્ચ કક્ષાએ કરવામાં આવેલ રજુઆતમાં સત્યતા જણાતાં આખરે કલેક્ટર દ્વારા પોલીસ ફરિયાદ કરવાના કરાયેલ હૂકમના આધારે દહેગામ પોલીસે ભાડાપટ્ટાની જમીન ખાલી ન કરવાના મામલે જમીન માલિકના વારસદારની ફરિયાદના આધારે દહેગામ કો.ઓ.પ્રોસેસિંગના ચીફ એક્ઝીક્યુટીવ સામે ફરિયાદ ગુન્હો નોંધ્યો છે. આજ રોજ આ મામલે ફરિયાદ નોંધાતાની સાથે તાલુકાભરમાં આ જમીન ખાલી ન કરવાનો અને તે મુદ્દે પોલીસ ફરિયાદ થઈ હોવાનો મામલો ખેડૂતોમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

આ જમીન મામલે આશિષ પ્રવિણભાઈ અમીન રહે.જયંતિ એપાર્ટમેન્ટમોડાસા રોડ દ્વારા દહેગામ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ મુજબ દહેગામ સીટી સર્વે નં.ર૦૯ ક્ષેત્રફળ ૭પ૪૭.૧ર ચો.મી. (જુનો સર્વે નં.૬૧૬/ર ક્ષેત્રફળ ૦-ર૯-૩૪ અને ૬૧૭ ક્ષેત્રફળ ૦-૭૩-૮૬) વાળી જમીનમાં ચુનીભાઈ મગનભાઈ અમીનનાગરભાઈ મગનભાઈ અમીનડાહ્યાભાઈ મગનભાઈ અમીનવ્રજલાલ મગનભાઈ અમીન અને ગોરધનભાઈ મગનભાઈ અમીનના નામે રેવન્યુ રેકર્ડમાં ચાલતી હતી. જેમાં ગોરધનભાઈ મગનભાઈ અમીનના ત્રણ સંતાનો હતા જેમાં સૌથી મોટા રસિકભાઈતેમનાથી નાના સુભદ્રાબેન અને પ્રવિણભાઈના નામ હતા. જેમાં ગોરધનભાઈનું અવસાન થતાં રેકર્ડમાં વારસાઈ નોંધ દાલખ કરવામાં આવી હતી. ત્યાર બાદ ૧૯૭૩ ની સાલમાં ઉપરોક્ત સર્વે નંબરવાળી જમીન સીટી સર્વે નંબરમાં આવી ગઈ હતી. ત્યાર બાદ ફરિયાદીના પિતા પ્રવિણભાઈનું તા.રપ-૦ર-૧૯૯૭ માં અવસાન થતાં વારસાઈ નોંધથી ગોરધનભાઈ મગનભાઈ અમીનના વારસદારો તરીકે રસીકભાઈસુભદ્રાબેનશકુબેનઆશિષ અને પ્રિતીના નામ દાખલ કરવા અંગે નોંધ કરવામાં આવી હતી જે પ્રમાણિત થઈ ગઈ હતી. ઉપરોક્ત જમીન વારસદારોના વડીલોએ ભાડાપટ્ટાના કરાર ઉપર ભાડે આપેલ હતી. જે જમીનમાં હાલ દહેગામ તાલુકા કો.ઓ. પ્રોસેસિંગ નામની સહકારી સંસ્થા આવેલ છે. તેમજ રેવન્યું રેકર્ડમાં પડેલ નોંધ જોતા તા.ર૯-૦૬-૧૯ર૬ થી ચોરાણું વર્ષ માટે ભાડાપટ્ટે આપવામાં આવેલ હોવાની નોંધ કરવામાં આવેલ છે. તેમજ સબ રજીસ્ટાર કચેરીમાં ભાડા કરારના દસ્તાવેજની નકલ કઢાવી ચેક કરવામાં આવતાં તેનો ભાડા કરાર તા.૦૯-૦૬-૧૯ર૦ થી ૯૯ વર્ષના ભાડા પટ્ટે આપવામાં આવેલ જે તા.૦૯-૦૬-ર૦ર૦ ના રોજ પુરો થયેલ છે.  તેમજ સર્વે નંબર ૬૧૭ ૩-ર પૈકી ૧-૧૯ વિઘાવાળી જમીન ર૪-૦૮-૧૯રર થી ૯૯ વર્ષના ભાડાપટ્ટે આપવામાં આવેલ જે ભાડા પટ્ટો તા.ર૪-૦૮-ર૦ર૧ ના રોજ પુરો થાય છે. ઉપરોક્ત જમીનનો ભાડાપટ્ટો પુરો થતાં તે જમીનનો ભાડા કરાર આગળ ચાલુ રાખવા માંગતા ન હોવાથી ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી અને તે જમીનનો સીધી લીટીના તેઓ વારસદાર હોવાથી જમીનનો કબજો સોંપવા જણાવાવમાં આવ્યું હતું નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ત્યાર બાદ દહેગામ તાલુકા કો.ઓ.પ્રોસેસિંગના ચીફ એક્ઝીક્યુટીવ ધનવંતસિંહ ઉદેસિંહ ચૌહાણ રહે.લવાડ,તા.દહેગામ દ્વારા નોટીસનો જવાબ આપતાં જણાવેલ કે ઉપરોક્ત જમીન કો.ઓ.પ્રોસેસિંગ દ્વારા સને-૧૯૬૬ ની સાલમાં અંબિકા ઓઈલ મીલ એન્ડ જીનીંગ પ્રેસીંગના ફેક્ટરીના માલિકો પાસેની રજીસ્ટર લેખ નં.૭૪૬ થી વેચાણ રાખેલ છે. તેમાં તમારો કોઈ હક્ક હિસ્સો પોષાતો નથી અને તમને નોટીસ આપવાનો કોઈ હક્ક નથી. આખરે આ મામલે ગાંધીનગર પોલીસ અધિક્ષક કચેરી અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજુઆત કરી હતી. તપાસના અંતે ઉચ્ચ કક્ષાએથી થયેલ આદેશ બાદ આ મામલે દહેગામ પોલીસે આશિષભાઈ અમીનની ફરિયાદના આધારે સંસ્થાના ચીફ એક્ઝીયુટીવ સામે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. સંસ્થાનો પક્ષ જાણવા માટે ચીફ એક્ઝીક્યુટીવનો સંપર્ક  કરવામાં આવ્યો હતોપરંતુ તેમનો મોઈબાઈલ સ્વિચ ઓફ આવતો હોવાથી વાત થઈ શકી ન્હોતી.

(5:29 pm IST)