Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

સુરતના લાલ દરવાજા પટેલવાડી વિસ્તારમાં અગાઉના ઝઘડાની અદાવત રાખી પાંચ યુવાનોએ શ્રમજીવી પર છરીથી હુમલો કરતા ગુનો દાખલ

સુરત: શહેરના લાલ દરવાજા પટેલવાડી વિસ્તારમાં રહેતો શ્રમજીવી લબરમુછીયો ગુરુવારે મધરાત બાદ મિત્ર સાથે બુલેટ પર જતો હતો ત્યારે અગાઉના ઝઘડામાં તેઓ હાજર હતા તેવું માની બાઈક અને મોપેડ પર આવેલા પાંચ યુવાનોએ તેમને લાલ દરવાજા બીઆરટીએસ બસ સ્ટેશન નજીક આંતરી તલવાર-છરાથી હુમલો કરી ઉપરાછાપરી ઘા ઝીંકતા એકને ગંભીર ઈજા થઈ હતી. મહિધરપુરા પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લાલ દરવાજા પટેલવાડી જાહેર શૌચાલયની ઉપર રહેતો 19 વર્ષીય સંજય લલીતભાઇ રાઠોડ છૂટક મજૂરી કરે છે અને તેના માતાપિતા લાલ દરવાજા બ્રિજ નીચે રહી મજૂરીકામ કરે છે. ગતરાત્રે 10.30 વાગ્યે સંજય પોતાના ઘરે મિત્ર અજય ગામીત સાથે હાજર જતો ત્યારે અગાઉ તેમના મિત્ર ઉત્તમ માલીયાનો જેની સાથે ઝઘડો થયો હતો તે વસ્તાદેવડી રોડનો મેહુલ રાઠોડ, ખાન સાહેબના ડેલામાં રહેતો સાહીલ ઉર્ફે પોટલો, સુનીલ બાઠીયો, હિતેશ ઉર્ફે બટકો અને મેહુલનો લાલ વાળવાળો કારીગર તેમની આજુબાજુ નજર નાંખી ચાલ્યા ગયા હતા. બાદમાં રાત્રે 1.30 વાગ્યે સંજય અને અજય મિત્ર ઉત્તમ માલીયાનું બુલેટ લઈ પટેલવાડીથી નીકળી ગોટાલાવાડી તરફ જતા હતા ત્યારે લાલ દરવાજા બ્રીજ ઉતરતા બીઆરટીએસ બસ સ્ટેશન પાસે મેહુલને સાથે આવેલા સાહીલે બાઈક ઓવરટેઈક કરી તેમની બુલેટની આગળ ઉભી રાખી દીધી હતી.

(5:33 pm IST)