Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

સુરતના લીંબાયતમાં એકલવાયા જીવનથી કંટાળી યુવાને આપઘાત કરી મોતને વ્હાલું કરતા ચકચાર

સુરત: શહેરનાલિંબાયતમાં કામ કાજ બરાબર નહી મળતા યુવાનેઉધનામાં બિમારીથી કટાંળીને વૃધ્ધાએ તથા અડાજણમાં એકલવાયા જીવનથી કટાંળીને યુવાને અને અલથાણમાં પોલીસ જમાદારના પુત્રએ આપઘાત કરીને મોતને વ્હાલુ કર્યુ હતુ.

નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ લિંબાયતમાં શક્તિનગર સોસાયટીમાં રહેતો ૨૮ વર્ષીય મહેન્દ્ર ગોવિંદભાઇ દેવીપુજકે ગુરૃવારે બપોર થી સાંજ દરમિયાન ઘરમાં છતના હુક સાથે વાયર બાંધી ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો હતો.પોલીસે કહ્યુ કે મહેન્દ્ર મજુરી કામ કરતો હતો.પણ ઘણા સમયથી તેને કામ કાજ બરાબર મળતુ ન હોવાથી ટેન્શનમાં રહેતો હતો.તેથી તેણે આ પગલુ ભર્યુ હોવાની શકયતા છે.

બીજા બનાવમાં ઉધનામાં હરીનગર નજીક ઓમ શ્રી જલારામનગરમાં રહેતા ૬૦ વર્ષનાં રંજનાબેન રમેશભાઇ પારેકરે ગુરૃવારે બપોરે ઘરમાં એસીડ પી લેતા નવી સિવિલમાં ટુંકી સારવાર દરમિયાન મોત થયુ હતુ. પોલીસે કહ્યુ કે રંજનાબેનને ૧૫ વર્ષ પહેલા જમણા પગના થાપામાં દુઃખાવો થતો હોવાથી સર્જરી કરવામાં આવી હતી.તેને હાલમા દુઃખાવો થતો હોવાથી ફરી સર્જરી કરાવવાના હતા.આ બીમારીથી કટાંળીને તેમણે આ પગલુ ભર્યુ હતુ.તેમને બે પુત્રી છે.

ત્રીજા બનાવમાં અડાજણમાં સરસ્વતી સ્કુલ નજીક એસ.એમ.સી આવાસમાં રહેતો ૩૪ વર્ષીય ગુરૃ સુદર્શન બહેરાએ ગુરૃવારે સવાર થી બપોર દરમિયાન ઘરમાં પંખા સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.પોલીસે જણાવ્યુ કે ગુરૃ મુળ ઓરીસ્સાના ગંજામનો વતની હતો.તે સંચાખાતામાં કામ કરતો હતો.તેની પત્ની બે વર્ષ પહેલા બે સંતાન લઇને ઓરીસ્સા ખાતે પિયર જતી રહી હતી. તે પરત આવતી ન હતી.આવા સંજોગોમાં  એકલવાયુ જીવનથી કટાંળીને આ પગલુ ભર્યુ હતુ.

 

(5:35 pm IST)