Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

વડોદરામાં હનીમૂન પર જવા માટે ઉછીના લીધેલ પૈસા ચૂકવવા લૂંટ ચલાવનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા: પત્ની સાથે હનીમૂન  પર જવા માટે પ્રિન્કેશે પોતાના મિત્ર પાસેથી ૪૦ હજાર  રૃપિયા હાથ ઉછીના લીધા  હતા.જે પરત ચૂકવવા માટે તે લૂંટની યોજનામાં સામેલ થયો હતો.પ્રિન્કેશ અગાઉ દોઢ વર્ષ લંડન સ્ટડી વિઝા પર રહીને આવ્યો છે.

શ્રીજી પ્લાઝામાં વલ્લભ જ્વેલર્સના દુકાનદાર રોનકભાઇ સોની બુધવારે બપોરે દુકાનમાં હતા. ત્યારે ગ્રાહકના સ્વાંગમાં આવેલા કૌસ્તુભ નામના લૂંટારાએ સોનાની ચેનો કઢાવી હતી.જ્યારે બીજો લૂંટારો પ્રિન્કેશ પરમાર દુકાનમાં ઘૂસી આવ્યો હતો અને દુકાનદારની આંખમાં મરચાંની ભૂકી નાંખી કાઉન્ટર પર પડેલી સોનાની ત્રણ ચેન લૂંટી હતી.ત્યારબાદ લૂંટારા બહાર ઉભેલા બાઇક સવાર સાગરીતોની પાછળ  બેસી ફરાર થઇ ગયા હતા.પોલીસે આ ગુનામાં (૧)પ્રિન્કેશ નગીનભાઇ પરમાર(રહે.વૈકુંઠ-૨,ખોડિયાર નગર)(૨) કૌસ્તુભ રાજુભાઇ કિનકર (રહે.દર્શનમ એન્ટાલિયા-૧,સોમાતળાવ ડભોઇ રોડ) (૩) અક્ષિત મનોજસિંહ ચાવડા (રહે.બાલાજી વિહાર એપાર્ટમેન્ટ)અને (૪) મયંક જીતેશભાઇ પરમાર (રહે.વૈકુંઠ-૨ ન્યુ વી.આઇ.પી.રોડ) ની ધરપકડ કરી હતી.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી છે કે,  પ્રિન્કેશ દોઢ વર્ષ સ્ટડી વિઝા પર લંડન જઇ આવ્યો છે.અને ફરીથી તેણે પત્ની સાથે વિદેશ જવાની પણ યોજના બનાવી હતી.એક વર્ષ પહેલા તેણે લગ્ન કર્યા હતા.અને છ મહિના  પહેલા જ પત્નીને પોતાના ઘરે લાવ્યો હતો.પત્ની સાતે હનીમૂન  પર ફરવા જવા માટે તેણે મિત્ર પાસેથી ૪૦ હજાર રૃપિયા ઉછીના લીધા હતા.અને તે પરત ચૂકવવા માટે તે લૂંટની યોજનામાં સામેલ થયો હતો.તેના અન્ય મિત્રોને પણ દેવુ હતુ.ચારેય મિત્રોનું કુલ દેવુ બે લાખ રૃપિયા હતુ.

(5:36 pm IST)