Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

વડોદરામાં ગેરકાયદે કતલખાને પશુઓને લઇ જતા બે આરોપીને પોલીસે રંગે હાથે ઝડપી પાડયા

વડોદરા: શહેરમાં કતલના ઇરાદે પશુઓની ગેરકાયદે હેરાફેરી કરતા બેે આરોપીને  પીસીબી  પોલીસે ઝડપી પાડી ૬૯ પાડાઓને પોલીસે છોડાવ્યા છે.પોલીસે તમામ  પશુઓને પાંજરાપોળમાં મોકલી આપ્યા છે.આ ગુનામાં સંડોવાયેલા અન્ય ચાર આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

પીસીબી  પોલીસને માહિતી મળી હતી કે,એક ટ્રકમાં બોરીઓની આડમાં ગેરકાયદે રીતે પશુઓની  હેરાફેરી થાય છે.જેથી,પોલીસની ટીમે કપુરાઇ ચોકડી પાસે વોચ ગોઠવી ટ્રક ઝડપી પાડી હતી.ટ્રકમાંથી  પોલીસને ગેરકાયદે લઇ જવાતા ૬૯ પાડા મળી આવ્યા હતા.પરંતુ,દોરીથી પાડાઓને બાંધી રાખ્યા  હોવાના કારણે ત્રણ પાડાના મોત થયા હતા.પોલીસે ઘાસચારા વિના ટળવળતા પશુઓને મુક્ત કરાવી પાંજરાપોળમાં મોકલી આપ્યા છે.પોલીસે કુલ રૃપિયા ૧૦.૦૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસે ટ્રકના ડ્રાયવર અસલમખાન સોકતઅલી સિપાઇ અને ક્લીનર લિયાકતઅલી સત્તારહુસેન કુરેશી (બંને રહે.સોજતરોડ,સોજત સિટિ, તા.સોજત, જિ.પાલી, રાજસ્થાન )ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આરોપી સામે અગાઉ સરથાણા પોલીસ સ્ટેશન અને કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.આ ગુનામાં ચાર આરોપીઓ (૧)અખ્તરભાઇ કુરેશી (૨) રાહતઅલી સૈયદ (૩)જાકીરહુસેન અને (૪)આરીફઅલી દલાલ ને વોન્ટેડ જાહેર કર્યા છે.

વડોદરાના ડભોઇ રોડ નજીક કર્ફ્યુમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરનાર યુવક સહીત મિત્રો વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરના ડભોઇ રોડ ગણેશનગર પાસે કરફ્યૂમાં જાહેરમાં કેક કાપીને બર્થડે ઉજવનાર યુવક અને તેના મિત્રોની સામે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગઇકાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો.જેમાં ડભોઇ રોડ ગણેશનગર પાસે કેટલાક યુવકો જાહેરમાં બર્થડે ઉજવતા હતા.અને કોઇએ માસ્ક પહેર્યુ નહતું.તથા સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું નહતું.પોલીસે ગણેશનગર જઇને તપાસ કરતા ડભોઇ રોડ ગણેશનગર માળી મહોલ્લામાં રહેતો રવિ અશોકભાઇ માળી ની બર્થડે હતી.અને તેણે પોતાના સાત મિત્રો સાથે મળીને બર્થડે ઉજવી  હતી.કરફ્યૂના સમય દરમિયાન બર્થડે ઉજવનાર (૧) રવિ (૨)ંમેહુલ અશોકભાઇ માળી(૩) વિશાલ ઉર્ફે ભોલો સંતોષભાઇ વસાવા (૪)બાલકૃષ્ણ ઉર્ફે કાનો ચીમનભાઇ માળી (૫)સચિન ડાહ્યાભાઇ પરમાર ને પોલીસે ઝડપી પાડયા  હતા.જ્યારે રવિના અન્ય બે મિત્રો અજય અને અજીત પણ બર્થડેની ઉજવણીમાં સામેલ હોય પોલીસે તેમની પણ શોધખોળ હાથ ધરી છે

(5:38 pm IST)