Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

સ્ત્રીઓને તાબે રાખવાની અને પોતાની મિલ્‍કત સમજવાની વૃત્તિને મનોવિજ્ઞાનમાં ‘મિસોજીનેસ્‍ટિક' રોગ કહેવાયઃ આ રોગી સ્ત્રીઓને જાતીય રીતે હેરાન કરવા કોઇપણ હદ વટાવી શકે

અમદાવાદ: 21મી સદીમાં જ્યાં સ્ત્રી પુરુષ સમાનતાની વાતો થાય છે ત્યાં દાહોદમાં થયેલ અમાનવીય કૃત્ય દ્વારા એટલી તો જાણ થઈ કે હજુ ઘણા લોકોમાં અમાનવીય વૃત્તિઓ પડી છે. કોઈ સ્ત્રીના કપડાં ફાડી જાહેરમાં તેની આબરૂ લીલામ કરવાની વૃત્તિ એક વિકૃતિ જ છે. આ સિવાય પણ ઘણા એવા કિસ્સાઓ અને વર્તન છે જે માણસમાં વિકૃતિ  હોવાનો પુરાવો આપે છે. સ્ત્રીઓને તાબે રાખવાની અને પોતાની મિલકત સમજવાની અને તેના પર કોઈ જ પ્રકારનો અત્યાચાર કરી શકાય એવું માનવાની વૃત્તિને મનોવિજ્ઞાનમાં મિસોજીનેસ્ટિક વ્યક્તિત્વ કહેવામાં આવે છે. આ પ્રકારના વ્યક્તિત્વનું વિશ્લેષણ મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. ધારા આર. દોશી અને અધ્યક્ષ ડો. યોગેશ એ. જોગસણ દ્વારા કરવામાં આવ્યું.

મિસોજીનેસ્ટિક વ્યક્તિના લક્ષણો

    આ રોગી એવું માને છે કે તેની પાસે તેની પત્નીના વિચારો અને ક્રિયાઓને નિયંત્રિત કરવાનો, સંપૂર્ણ તાબે રાખવાનો , અને જો પત્ની પ્રતિકાર કરે તો તેને શિક્ષા અથવા ધમકી આપવાનો "ભગવાન-આપેલ" અધિકાર છે.

    આ રોગી સ્ત્રીઓ જાતીય રીતે હેરાન કરવા કોઈપણ હદ વટાવી શકે

    અહમવાદી હોવાથી આ વ્યક્તિત્વ વળી વ્યક્તિ પોતાની વાત કોઈપણ ભોગે મનાવવા તૈયાર રહે છે

    ગમે ત્યારે કોઈ કારણ વગર પોતાની જાત પરનું નિયંત્રણ ખોઈ બેસે છે

    તે પોતાની ક્રિયાઓને ન્યાયી બનાવવા માટે વિવિધ ધર્મગ્રંથોના સિદ્ધાંતનો ઉપયોગ કરે છે. તે ઝડપથી પતિના "સેવક નેતૃત્વ" ના મોડેલને છોડી દે છે અને પત્નીની ફરજો પર ડૂબી જાય છે.  તેમણે પતિ તરીકેની તેમની ભૂમિકામાં સજા ઉમેરી છે તેવું માને છે, પણ કોઈ શાસ્ત્રો તેમને આવા અધિકાર અથવા નિયંત્રણ આપતા નથી.

    તે એવું માને છે કે પત્નીના મંતવ્યો અને લાગણીઓનું કોઈ મૂલ્ય નથી, અને તેની જરૂરિયાતો મહત્વપૂર્ણ નથી અને ધ્યાનમાં લેવી જોઈએ નહીં.

    તે દર્દી મોહક અને સુંદર પણ હોઈ શકે છે, પરંતુ તેનો ગુસ્સો જાહેર ન થાય તે માટે કુટુંબને તેના ઈશારા પર ચાલવું પડે છે.

    ઘરની સ્ત્રીઓ મૂંઝવણ અને અસંતુલનનો અનુભવ કરે છે કારણકે આવી વ્યક્તિ ચેતવણી આપ્યા વિના તે પ્રેમાળ અને માયાળુમાંથી બદલાઇને ગુસ્સો કરનાર અને ક્રૂર બની જાય છે.

    ભલે પત્ની ગમે તેટલો બદલાવ લાવે છે અથવા તેને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે, તે ક્યારેય સંતુષ્ટ થતો નથી. તેને સ્ત્રી ખરાબ, અપૂર્ણ અને દોષી લાગે છે, અને માને છે કે તે સ્ત્રીની ભૂલ છે.

    તે માલિકીભાવ ધરાવતો હોય છે અને કેટલીક વાર ઈર્ષ્યા કરે છે, ખાસ કરીને જ્યારે પત્ની અન્ય પુરુષો સાથે વાત કરે તો નિષેધક આવેગોથી જોડાતો હોય છે. કેટલીકવાર તે બાળકો સાથે વિતાવેલા સમયની ઈર્ષ્યા કરે છે.  પત્નીની પ્રવૃત્તિઓને પ્રતિબંધિત કરવાનો પ્રયાસ કરે છે અને  તેના પોતાના મકાનમાં કેદી બનાવી રાખે છે

    પતિ હોવાને કારણે, તેને ખુશ રાખવા માટે તે પરિવાર અને મિત્રોથી સ્ત્રી દૂર થઈ શકે છે. તેને આ સંબંધોની જરૂર છે, પરંતુ શાંતિ જાળવવી તેના માટે વધુ મહત્ત્વની છે.

    જ્યારે કંઇપણ ખોટું થાય છે, ત્યારે તે હંમેશાં તેના પત્ની પર દોષારોપણ કરે છે. જો પત્ની વધુ આજ્ઞાકારી, તેની જરૂરિયાતો પ્રત્યે વધુ સંવેદનશીલ હોત, વધુ સંભાળ લેનાર હોય તો પછી તેમની બધી સમસ્યાઓ હલ થઈ જશે. પત્ની પોતાની જાતને તેની સાથે સહન કરવા માટે એક સારા પતિ તરીકે જુએ છે. તે પોતાના દોષોનો જાણકાર હોવા છતાં પોતાની ક્રિયાઓની જવાબદારી લેતો નથી.

    જ્યારે પણ એનું ધાર્યું ન થાય, તેની આજ્ઞાનું પાલન ન થાય તો તે પત્નીને કોઈપણ નુકસાન પહોચાડે છે. તે નુકશાન શારીરિક, માનસિક કોઈપણ હોઈ શકે

    સામ, દામ,દંડ, ભેદ કોઈપણ રીતે સ્ત્રીઓને કાબુમાં રાખવી

મિસોજીનેસ્ટિક વ્યક્તિત્વ ના કારણો

    નાનપણથી જ પુરુષ હોવાને લીધે અપાતું વધુ મહત્વ

    સ્ત્રીઓએ હમેશા પુરુષો કહે એ માની જીવવું જોઈએ એવો ઉછેર

    વડીલો દ્વારા મળતું ખોટું શિક્ષણ કે સ્ત્રી એટલે પગની જુતી આવા વાક્યો દ્વારા સર્જાતી અહમવાદી માનસિકતા

    પતિ પરમેશ્વર હોય અને એને બધો જ હક્ક છે એવા ભ્રમમાં રહી નિષેધક માનસિકતા

    સ્ત્રીઓએ સહન જ કરવાનું હોય એવી માનસિકતા

    સ્ત્રીઓ ભોગવવાનું સાધન છે એવા વિચાર

    પુરુષો દ્વારા જ સમાજનો વિકાસ થાય છે એવા વિચાર

સ્ત્રીઓ વિશેની અભદ્ર માનસિકતા અને ટિપ્પણીઓ

આ સિવાયના પણ ઘણા કારણો છે જે સમાજમાં આવી વિકૃતિ ધરાવનાર વ્યક્તિઓ ઉતપન્ન કરે છે. એવું નથી કે અશિક્ષિત સમાજમાં જ આ પ્રકારની વિકૃત વ્યક્તિઓ હોય છે. શિક્ષિત અને ભદ્ર સમાજમાં પણ આવા વ્યક્તિત્વ હોઈ શકે પણ એમની વાતો બહાર નથી આવતી.

શુ આ વિકૃતિમાં ફેર લાવી શકાય?

વ્યક્તિ ધારે એ બધા પરિવર્તન લાવી શકાય. અહીં સમાનતાનું શિક્ષણ અને ખોટા અહમને તોડવો ખૂબ જરૂરી છે. નાનપણમાં જ દીકરા દીકરીનો સરખો ઉછેર કરી આ બાબતને અટકાવી શકાય. સ્ત્રીઓએ પણ આ વિશે જાગૃતતા લાવવાની  જરૂર છે નહિતર દાહોદ જેવા કિસ્સાઓ વધતા વાર નહિ લાગે.

(5:44 pm IST)