Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

ગૌહત્યા અટકાયતી પગલાં માટે રાજય સરકાર પ્રતિબધ્ધ:નાગરિકોની શાંતિ સલામતી અને સુરક્ષાના તમામ જરૂરી તકેદારીના પગલાં લેવા સુચના

બીલીમોરા અને વિજલપોર પોલીસ સ્ટેશન અપગ્રેડ કરી પોલિસ ઇન્સ્પેક્ટર કક્ષાના બનાવવામાં આવશે.:ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા:નવસારી ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરતા ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા

નવસારીઃઆજ રોજ નવસારી પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કાયદો અને વ્યવસ્થાની પરસ્થિતિની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ઍડીશનલ ડી.જી.પી.રાજકુમાર પાંડિયન, જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય ઉપસ્થિત રહયાં હતા.
આ બેઠકમાં ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાઍ જણાવ્યું હતું કે, ગૌહત્યા અટકાયતી પગલાં માટે રાજય સરકાર પ્રતિબધ્ધ છે. નાગરિકોની શાંતિ સલામતી અને સુરક્ષાના તમામ જરૂરી તકેદારીના પગલાં લેવા સુચના આપી હતી. ઍટલું જ નહી પરંતુ રાજ્યના નાગરિકો શાંત વાતાવરણમાં રહી શકે તે  અમારો ધ્યેય છે.
ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાઍ નવસારી જિલ્લાના પોલીસ વિભાગની કામગીરીની તલસ્પર્શી માહિતી મેળવી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાઍ જણાવ્યું હતું કે, બિલીમોરા અને વિજલપોર પોલીસ સ્ટેશન અપગ્રેડ કરી પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના બનાવવામાં અવશે.તેમજ નવું મહેકમ જિલ્લા માટે મંજુર કરાયું છે. જેથી માનવબળ મળતા કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારી રીતે થશે. મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજયમાં શાંતિ સલામતી અને સુરક્ષાના તમામ જરૂરી તકેદારી ના પગલાં લેવામાં આવ્યા છે.
મંત્રી જાડેજાઍ શરીર સંબંધી ગુન્હાઓ, મિલકત સંબંધી ગુન્હાઓ, પ્રોહિબીશન, જુગારધારા, ઍમ.સી.આર.કાર્ડધારકની વિગત, હિસ્ટ્રીશીટરની માહિતી, નાસતા ફરતા આરોપીઓની વિગત, કોવિડ-૧૯ દરમિયાન થયેલ કામગીરી, લેન્ડ ગ્રેબીંગ વિશે વિગતવાર માહિતી મેળવી જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપ્યું હતું. નવસારી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી ડિટેકશનની સારી કામગીરીની પ્રશંસા કરી અભિનંદન આપ્યા હતા.  
બેઠક પહેલા નવસારી પોલીસ વિભાગ દ્વારા ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાને સલામી આપવામાં આવી હતી.
આ બેઠકમાં ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇ, ધારાસભ્ય નરેશભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ, જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતા.

(7:56 pm IST)