Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

અમદાવાદ ખાતે ગુજરાત કેમીસ્ટ એસોસીએશનની એન.ટી.ઈ.પી. પ્રોગ્રામ અંતર્ગત મીટીંગ યોજાઇ

ગુજરાત કેમીસ્ટ એસોશીએશન, સ્ટેટ ટીબી સેલના અધિકારીઓ, ફુડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :ભારત સરકાર દ્વારા ટીબી રોગને વર્ષ-૨૦૨૫ માં નાબૂદ કરવા માટેનું આહવાન કરેલ છે. જેમાં કોમ્યુનીટી ઈન્વોલ્વમેન્ટ અને મલ્ટી સેક્ટોરીયલ એન્ગેજમેન્ટ એ અતિ મહત્વનું પાસું છે. ટીબી એ નોટીફાયેબલ રોગ છે. એટલે કે, કોઈ પણ પ્રાઈવેટ ડોક્ટર/કેમીસ્ટ/લેબોરેટરી ટીબીનું નિદાન અથવા સારવાર આપે તેણે ટીબીના દર્દીઓનું સરકારમાં નોટીફીકેશન કરાવવું ફરજીયાત છે. જે સંદર્ભે રાજ્ય ક્ષય નિદર્શન અને તાલીમ કેન્દ્ર, સિવિલ હોસ્પીટલ, અમદાવાદ ખાતે ગુજરાત કેમીસ્ટ એસોશીએશન, સ્ટેટ ટીબી સેલ ના અધિકારીઓ, ફુડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટીબી રોગ વિષેની જાણકારી, ટીબી નોટીફીકેશન માટેની પદ્ધતિ, Schedule H1 રજીસ્ટરની નિભાવણી તથા સરકારની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ મિટિંગમાં જોઇન્ટ ડાયરેક્ટર ડૉ. સતીશ મકવાણા, ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ડૉ.પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ કેમિસ્ટ એસોસિએશન રાજેશ અખાણી, STDC ડાયરેક્ટર ડૉ. રશેન્દુ પટેલ, સ્ટેટ ટાસ્કફોર્સ ચેરમેન ડૉ.ભાવેશ મોદી  સહીતના અધિકારીઓ, કેમિસ્ટ એસોસિએશનના મેમ્બર, સ્ટેટ ટીબી ટીમના મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા તેમ ડૉ. દિક્ષીત કાપડિયાએ જણાવ્યું હતું

(7:59 pm IST)