Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા 108ની ટીમે એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવી માતા -બાળકને જીવતદાન આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ડેડીયાપાડા તાલુકાના કંજાલ ગામની  પ્રિયંકા બેન વસાવાને પ્રસુતિની પીડા ઉપડતા તેમણે 108 ઉપર કોલ કરતા ડેડીયાપાડાથી ઈ એમ ટી તુષાર વસાવા અને પાયલોટ ઉસ્માન કુરેશી કંજાલ ગામે પોહચી દર્દી ને એમ્બ્યુલન્સ મા ચેક કર્યા બાદ એસ ડી એચ હોસ્પિટલ  ડેડીયાપાડા ખાતે લઇ જવા નીકળ્યા જ્યાં રસ્તા થોડે દૂર જતા સાગર્ભાને પ્રસુતિની પીડા વધી જતા ઈ એમ ટી તુષાર ભાઈ વસાવા એ એમ્બ્યુલન્સ રસ્તા ની સાઈડ મા ઉભી કરાવી તપાસ કરી, જેમાં પ્રસુતિનો સમય થય ગયો હોય તેમ લાગતું હતું જેથી ઈ એમ ટી એ જરૂરી સાધનો તૈયાર કરી ઈ એમ ટી તુષાર ભાઈ વસાવાએ પોતાની આવડત અને સુજબુજથી સગર્ભા ની પ્રથમ પ્રસુતિ સફળતા પૂર્વક 108 મા ડિલિવરી કરાવી હતી, ડિલિવરી દરમિયાન બાળકના ગળામા વિન્ટાયેલી નાળ દૂર કરી બાળકનો જીવ બચવાયો હતો.માતા અને બાળકને એસ ડી એચ હોસ્પિટલ ડેડીયાપાડા ખાતે દાખલ કરાયા હતા અને માતા બાળક બંને સ્વસ્થ હોવાનું હોસ્પિટલ દ્વારા જાણવા મળ્યું છે.

(11:48 pm IST)