Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સુરતના ટ્રાવેલ એજન્ટ દ્વારા ટિકિટમાં છેડછાડ કરાયાની પોલ ખુલતા પોલીસ ફરીયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ટિકિટના કાળા બજારની ઘટના સામે આવતા સુરતની ટ્રાવેલ એજન્સી વિરુદ્ધ કેવડીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ વધી રહ્યા છે ત્યારે કેટલાક તત્વો ટિકિટના કાળા બજાર કરવા પ્રયાસ કરતા હોય આખરે આવા તત્વો સકંજામાં આવતા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ છે,અગાઉ પણ ટિકિટના વધુ ભાવ વસુલવાની ઘટના બાબતે પોલીસ ફરીયાદ થઈ હતી ત્યારે હાલ સુરત ખાતેની માય વેલ્યુ ટ્રીપ ટ્રાવેલ્સ એજન્સી દ્વારા ૧૯ પ્રવસીઓની ટીકીટમા એડીટ કરી રૂ.૫૦ ઉમેરો કરી રૂ.૪૩૦ વાળી ટીકીટ બનાવી કુલ રૂ.૮,૧૭૦ તેમજ ૪ બાળકોની સ્ટેચ્યુની ટીકીટ રૂ.૨૩૦ મા રૂ.૨૦નો ઉમેરો કરી કુલ રૂ.૧૦૦૦ નો ફેરફાર કરી ટિકિટમાં છેડછાડ કરી પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનીટીની ટીકીટનો ખોટો દસ્તાવેજ બનાવી આપી તે ટીકીટનો ઉપયોગ કરાવડાવી ગુનો કરતા આ બાબતે ટીકીટ શાખાના નાયબ મામલતદાર સતીશકુમાર મણીલાલ પ્રજાપતી એ કેવડીયા પો.સ્ટે.માં ફરીયાદ કરતા પોલીસે સુરતની ટ્રાવેલ એજન્સી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:51 pm IST)