Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

સેલંબામાં કોમી એકતા તોડવાનો પ્રયાસ કરતી ઓડિયો કલીપ ફેરવનાર શખ્સને ઝડપી પાડતી સાગબારા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબામા હિન્દુ મુસ્લીમ વચ્ચે દુશ્મનાવટ ઉભી થાય, કોમી એકતા તોડવાનો પ્રયાસ કરી તથા બે કોમ વચ્ચે કોમી વૈમનસ્ય પેદા થાય અને મુસ્લીમ સમાજના લોકોની લાગણી દુભાય તે રીતે સોશ્યલ મીડીયામાં ઓડીયો કલીપ વાયરલ કરી ગુનાહીત કૃત્ય કરનાર શખ્સને સાગબારા પોલીસે ઝડપી લીધો છે.
 સાગબારા પો.સ્ટે.માં તા . ૧૩/૦૭/૨૦૨૧ ના રોજ મુસ્લીમ સમાજ વિરૂધ્ધ અભદ્ર ભાષાવાળી ઓડીયો ક્લીપ સોશ્યલ મીડીયામાં વાયરલ કરી હિન્દુ મુસ્લીમ વચ્ચે દુશ્મનાવટ ઉભી થાય અને કોમી એકતા તોડવાનો પ્રયાસ કરનાર શખ્શ વિરૂધ્ધ સાગબારા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો આ ગુનાની તપાસમાં કે.એલ. ગલચર પો.સબ.ઇન્સ સાગબારા પોલીસ સ્ટેશન નાઓએ સંતોષ ઉર્ફે ભુરીયો વસંતભાઈ વસાવા રહે. સેલંબા નવીનગરીને તા . ૧૫ / ૦૭ / ર ૦૨૧ ના રોજ કલાક ૫/૧૫ વાગે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે

(11:54 pm IST)