Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

જીટીયુ દ્વારા બીજા તબક્કાની ઓનલાઇન પરીક્ષાનો પ્રારંભ

ડીગ્રી - ડીપ્લોમાં - પોસ્ટ ગ્રેજ્યુએશનના નોંધાયેલા ૨૩ હજારથી વધુ છાત્રો પરીક્ષા આપશે

રાજકોટ તા. ૧૭ : કોરોનાની મહામારીમાં શૈક્ષણિક સંસ્થાઓનું સમયપત્રક ખોરવાયું છે. ધીરે ધીરે ઓનલાઇન શિક્ષણ શરૂ થયા બાદ હવે ઓનલાઇન શિક્ષણ પણ શરૂ થઇ રહ્યું છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા આજથી બીજા તબક્કાની ઓનલાઇન પરીક્ષાનો પ્રારંભ થયો છે. ગુજરાતભરમાં જીટીયુની ૨૩૨૮૨ છાત્રો આ ઓનલાઇન કસોટી આપી રહ્યા છે.

વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષા માટે મંજૂરી આપતા આજે તા. ૧૭ ઓગસ્ટથી બીજા તબક્કાની ઓનલાઇન પરીક્ષા શરૂ થઇ છે. અગાઉ ૨૩ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરીક્ષા આપી હતી.

આજથી જીટીયુની બીજા તબક્કાની પરીક્ષામાં બી.ઇ.માં ૧૧૫૯૩, ડીપ્લોમાં ઇજનેરમાં ૮૮૫૯, એમબીએમાં ૧૪૦૯, બી.ફાર્મમાં ૮૧૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

(3:41 pm IST)