Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

આઝાદી કા અમૃત મહોત્‍સવના અદ્દભુત કાર્યક્રમાં હર્ષ સંઘવીથી માંડી તમામ લોકો દેશભકિતના રંગે ઓતપ્રોત

ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર અજય ચોધરી ટીમ દ્વારા કાબિલે દાદ આયોજન

રાજકોટ તા.૧૭: અમદાવાદ શહેર પોલિસ દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત રિવરફ્રન્‍ટ ખાતે દેશભકિત ઉજાગર કરતા કાર્યક્રમમાં લોકો દ્વારા જબરજસ્‍ત પ્રતિભાવ મળ્‍યો હતો.
ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી સહિતના અગ્રણીઓની ઉપસ્‍થિતિવાળા આ કાર્યક્રમમાં જાણીતા ગુજરાતી કલાકાર રાજલ બારોટ, કિંજલ દવે, વિક્રમ લાબડીયા અને હિમાંશુ ચૌહાણ સહિતના ખ્‍યાતનામ કલાકારો દ્વારા અદ્દભુત વાતાવરણમાં ખડું કરેલ, તમામ લોકો દેશભકિતના રંગે રંગાઇ ગયેલા, આયોજન બદલ તમામ અગ્રણીઓ દ્વારા ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી ટીમને ટૂંકા ગાળામાં અદભુત આયોજન બદલ અભિનંદન આપેલ. ગૃહમંત્રીશ્રી દ્વારા ૫૫૦ કરોડનું ભંડોળ પોલીસ સ્‍ટાફને ફાળવેલ છે તેમાંથી બહેનોને બચત કરવા પણ અપીલ કરેલ.
ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર દ્વારા ગૃહમંત્રી અને મુખ્‍યમંત્રીના નાના પોલીસ સ્‍ટાફ પ્રત્‍યે દાખવેલ સંવેદનશીલતા અંગે આભારની લાગણી પ્રગટ કરવા સાથે આવા અદ્દભૂત આયોજનમાં પોલીસ સ્‍ટાફની જહેમત અને લોકોના સહકાર બદલ પણ આભાર વ્‍યકત કરેલ.

 

(4:51 pm IST)