Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

રાજ્ય સરકારની મોટી જાહેરાત: કોરોના ટેસ્ટમાં રૂપાણી સરકારે કર્યો 1 હજાર રૂપિયાનો ઘટાડો

ખાનગીમાં ટેસ્ટ કરાવશો તો, 1500 રૂપિયા થશે, જ્યારે ઘરેથી ટેસ્ટ કરાવશો 2 હજાર રૂપિયા થશે

અમદાવાદ : રાજ્ય સરકારે કોરોનાના વધતા સંક્રમણની વચ્ચે રાહત ભર્યા સમાચાર આપ્યા છે. કોરોના ટેસ્ટના ચાર્જમાં રાજ્ય સરકારે એક હજાર રૂપિયાનો ઘટાડો કર્યો છે. ખાનગીમાં ટેસ્ટ કરાવશો તો, 1500 રૂપિયા થશે, જ્યારે ઘરેથી ટેસ્ટ કરાવશો 2 હજાર રૂપિયા થશે. અગાઉ ઘરેથી ટેસ્ટ કરવાના 3 હજાર રૂપિયા થતાં હતા.

રાજ્યમાં કોરોના  વાયરસના કેસમાં સતત વધારો યથાવત રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના  વાયરસના સૌથી વધારે 1364 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1447 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 12 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3259 પર પહોંચી ગયો છે. તો હાલમાં 98 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. ગુજરાતમાં આજ દિવસ કુલ 98,156 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 85,153 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 35 લાખ 23 હજાર 653 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 6,05,246 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 6,04,753 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તો 493 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

(9:35 pm IST)