Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

કમલમ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવન ઝાંખી કરાવતું પ્રદર્શન ખુલ્લું મુકાયું

વડાપ્રધાનનું સમગ્ર જીવન એક સંદેશ છે, તેનાથી કાર્યકર્તાઓને પ્રેરણા મળશે- આઈ. કે.જાડેજા

 

અમદાવાદ: કાલે 17 સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીની 70મી વર્ષગાંઠ છેર મોદીનું બાલ્યાવસ્થાથી અત્યાર સુધીનું સમગ્ર જીવન પ્રેરણાદાયી રહ્યું છે ત્યારે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ (Kamalam) ગાંધીનગર ખાતે વડાપ્રધાન  મોદીના સમગ્ર જીવન દરમિયાનની વિવિધ પ્રેરણાદાયી અને ઐતિહાસિક ઘટનાઓ ઉપર આધારિત પ્રદર્શનનું ઉદ્ઘાટન ઉદ્યોગપતિ, શિક્ષણવિદ, પદ્મશ્રી કરસનભાઈ પટેલ અને ભાજપના વરિષ્ઠ અગ્રણી, પ્રદેશ કોષાધ્યક્ષ સુરેન્દ્રકાકાના હસ્તે કરાયું હતું. ત્યારે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાની ઉપસ્થિતિ રહ્યા હતા.

પ્રસંગે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઇ. કે. જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત સહિત સમગ્ર ભારતનું ગૌરવ એવા આપણાં નરેન્દ્ર મોદીએ સંઘના સ્વયંસેવક, ભાજપમાં કાર્યકર્તા તરીકે તેમજ વિવિધ સંગઠનાત્મક જવાબદારીઓ, ગુજરાતના મુખ્યમંત્રીકાળ સહિત જીવનના દરેક તબક્કા દરમિયાન તેમની નેતૃત્વશક્તિનો પરિચય કરાવ્યો છે, તેમજ 2014થી તેઓ દેશના સવાસો કરોડ દેશવાસીઓનાપ્રધાન સેવકતરીકેની જવાબદારી સંપૂર્ણ સમર્પણ સાથે ખંતપૂર્વક નિભાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમગ્ર જીવન એક સંદેશ છે ત્યારે, આજે ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે ખુલ્લી મુકાયેલું પ્રદર્શન નિહાળનારા ભાજપ દરેક કાર્યકર્તાઓને અવશ્ય પ્રેરણા મળી રહેશે.

પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, પ્રદેશ મંત્રીઓ હર્ષદગીરી ગોસ્વામી, શ્રીમતી દર્શીનીબેન કોઠીયા, પ્રદેશ અગ્રણી મહેશભાઈ કસવાલા ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન  મોદીના જન્મદિવસ નિમિત્તે આવતીકાલે તા. 17મી સપ્ટેમ્બરના રોજ ઉત્તર ઝોન અને મધ્ય ઝોનમાં વડાપ્રધાન મોદીના પ્રેરણાદાયી જીવન પર આધારિત વર્ચ્યુઅલ રેલી યોજાશે. સાંજે 5 વાગ્યે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં ઉત્તર ઝોનની વર્ચ્યુઅલ રેલી યોજાશે. જયારે સાંજે 7 વાગ્યે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં મધ્ય ઝોનની વર્ચ્યુઅલ રેલી નીકળશે. જેમાં તત્વચિંતક સચ્ચિદાનંદ સ્વામી સંબોધન કરશે.

(11:41 pm IST)