Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

RTOના અધિકારીની મંજૂરી વગર કલાર્કે ફાઈલ પાસ કરી

ઓનલાઈન એપ્રુવલમાં મસમોટું કૌભાંડ : આરટીઓ કચેરીમાં નોન ટ્રાન્સપોર્ટના હેડ ક્લાર્ક અશોક ચાવડાએ અધિકારીની મંજૂરી વગર ફાઈલો મંજૂર કરી

અમદાવાદ,તા.૧૭ : અમદાવાદ સુભાષબ્રીજ પાસેની આરટીઓ કચેરીમાં નોન ટ્રાન્સપોર્ટ શાખાનો હેડ ક્લાર્ક અશોક.જી.ચાવડા એજન્ટો સાથે મળી આરટીઓ કે એઆરટીઓ અધિકારીની મંજૂરી વગર બારોબાર ફાઈલો મંજૂર કરી કૌભાંડ આચરતો હોવાનો ઘટસ્ફોટ મહિલા અધિકારી વિનીતા યાદવે કર્યો છે.આરટીઓના કલાર્ક સહિત અન્યો સામે રાણીપ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ક્લાર્ક ચાવડાએ ૧૩૫૨ વાહનોના કાગળોમાં અધિકારીઓની મંજૂરી વગર જાતે જ ફાઈલો પાસ કરી જેમાં ૨૬૨ વાહનોના કાગળોમાં ઓનલાઈન એપ્રુવલ આપી ફાઈલનો બારોબાર નિકાલ કર્યો હતો. રાણીપ પોલીસ સ્ટેશનમાં મહિલા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી વિનીતા હેમરાજ યાદવે હેડ ક્લાર્ક એ.જી.ચાવડા અને એજન્ટ નરેન્દ્ર ગોસ્વામી વિરૂદ્ધ બુધવારે ફરિયાદ આપી છે.

             નોન ટ્રાન્સપોર્ટ શાખામાં લોન કેન્સલ, લોનમાં વધારો, વાહન ટ્રાન્સફર, સરનામું બદલવાનું, વાહન ફેરબદલ અને વાહનનો ટેક્સ વસુલવાની કામગીરી થાય છે. આ શાખામાં હેડ કલાર્ક તરીકે એ.જી.ચાવડા (અશોક ચાવડા) અને અન્ય ૫ કર્મચારી ફરજ બજાવે છે. હેડ ક્લાર્કએ વાહનોના કાગળો ચકાસી પોતાની સહી કરી વિનીતા યાદવ પાસે મંજૂરી માટે કાગળો મોકલવાના હોય છે.આ બનાવની વિગત મુજબ સુભાષબ્રીજ આરટીઓમાં નોન ટ્રાન્સપોર્ટ શાખામાં મહિલા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી તરીકે વિનીતા હેમરાજ યાદવ ફરજ બજાવે છે. નોન ટ્રાન્સપોર્ટ શાખાનું સુપરવિઝન વિનીતા યાદવને કરવાનું હોય છે.નોન ટ્રાન્સપોર્ટ શાખામાં લોન કેન્સલ, લોનમાં વધારો, વાહન ટ્રાન્સફર, સરનામું બદલવાનું, વાહન ફેરબદલ અને વાહનનો ટેક્સ વસુલવાની કામગીરી થાય છે. આ શાખામાં હેડ કલાર્ક તરીકે એ.જી.ચાવડા (અશોક ચાવડા) અને અન્ય ૫ કર્મચારી ફરજ બજાવે છે. હેડ ક્લાર્કએ વાહનોના કાગળો ચકાસી પોતાની સહી કરી વિનીતા યાદવ પાસે મંજૂરી માટે કાગળો મોકલવાના હોય છે.જે કાગળો બારોબાર સહીઓ કરીને કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાની ફરિયાદ રાણીપ પોલીસ મથકમાં નોંધાઈ છે.

(9:37 pm IST)