Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

અમદાવાદમાં શાકભાજીવાળા પાસેથી રૂપિયા ૧૦૦ ની લાંચ લતો પકડાઇ ગયા ત્રણ પોલીસ કર્મી, કેસ દાખલ

અમદાવાદમાં શાકભાજીવાળા પાસેથી કથિત રીપે રૂપિયા ૧૦૦ ની લાંચ લેવા માટે એંટી કરપ્‍શન બ્‍યુરોએ ત્રણ પોલીસ કર્મીઓને પકડયા છે. એસીબીએ કહ્યું હેડ કોન્‍સ્‍ટેબલ કૃષ્‍ણ બારોટ, કોન્‍સ્‍ટેબલ દિલીપ બારોટ અને પ્રભુદાસ દામોર શાકભાજી બજાર બહાર વેચાણની અનુમતિ માટે લાંચ લઇ રહ્યા હતા એસીબીએ ત્રણેય વિરૂધ્‍ધ કેસ દાખલ કર્યો છે.

(11:31 pm IST)
  • જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના નેતા નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારજનોને કોરોના : કેએસપીસીના પ્રમુખ મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટ્યુટના વાઈસ ચેરમેન અને દેશના જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના પ્રાતસહઃ વ્યવસ્થા પ્રમુખ નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારને કોરોના પોઝીટીવ : ચિંતાની લાગણી access_time 11:19 am IST

  • પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પણ ધટાડો : પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે 15 પૈસા અને ડીઝલમાં 21 પૈસાનો ઘટાડો : ભાવ ઘટાડો સવારે છ વાગ્યાથી લાગુ. access_time 11:40 pm IST

  • ધારાશાસ્ત્રીએ દસ લાખના : વળતરની માગણી કરી : મોટર એકલા ચલાવતી વેળાએ માસ્ક નહિ પહેરવા સબબ એક ધારાશાસ્ત્રીને પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા તેમણે દિલ્હી હાઇકોર્ટમાં પડકાર ફેંકી દસ લાખ રૂપિયાના વળતરની માગણી કરી છે. access_time 7:32 pm IST