Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

દેડીયાપાડા ખાતે આંકડા લખતા આંકડીયાને રૂ .૧૫,૫૬૦ ના મુદ્દામાલ સાથે એલ.સી.બી.એ ઝડપી પાડ્યો

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હરીક્રીષ્ણ પટેલ,પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા હિમકર સિંહ, પોલીસ અધિક્ષક,નર્મદાએ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા તેમજ પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિને નાબુદ કરવાની કડક સુચના અને માર્ગદશન આપતા . એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ. સી.બીના સુપરવિઝન હેઠળ સી.એમ. ગામીત, પો...એલ.સી.બી.તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો ડેડીયાપાડા પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા

 દરમ્યાન બાતમી મળેલ કે ડેડીયાપાડા ખાતેના વૈકુંઠ ફળીયામાં કેટલાંક લોકો આંક ફરકના આંકડા લખાવી રહેલ હોય જે બાતમીવાળી જગ્યા ઉપર જુગાર અંગેની રેઇડ કરતા ચેતનકુમાર હસમુખભાઇ વસાવા રહે. વૈકુંઠ ફળીયા ડેડીયાપાડા નાને ઝડપી પાડી જે પૈકી મિતેશ  ગંભીરભાઇ વસાવા રહે.વૈકુંઠ ફળીયા ડેડીયાપાડા  પોલીસ રેઇડ દરમ્યાન નાસી જતા પકડાયેલ ચેતન પાસેથી જુગારના સાહિત્ય તથા અંગઝડતીના રોકડ રૂ.૧૦,૫૬૦ તથા મોબાઇલ નંગ - કિ.રૂ. ૫૦૦૦ મળી કુલ્લે કિ.રૂ.૧૫,૫૬૦-ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ તેના વિરૂધ્ધમાં ડેડીયાપાડા પો.સ્ટે.માં જુગારધારા .૧૨ મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

(12:03 am IST)
  • નેપાળના પ્રાઈમ મિનિસ્ટર કે.પી.શર્મા ઓલીએ શ્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી : બંને દેશ સાથે મળીને કામ કરશું તથા સબંધો વધુ મજબૂત કરીશું તેવી ભાવના વ્યક્ત કરી access_time 1:11 pm IST

  • ઉમરપાડામાં ખતરનાક વરસાદ : બે કલાકમાં અનરાધાર ૧૧ ઇંચ : વલસાડ: ઉમરપાડામાં બે કલાકમાં ૧૧ ઈંચ વરસાદ ખાબક્યો access_time 7:29 pm IST

  • ધારાશાસ્ત્રીએ દસ લાખના : વળતરની માગણી કરી : મોટર એકલા ચલાવતી વેળાએ માસ્ક નહિ પહેરવા સબબ એક ધારાશાસ્ત્રીને પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા તેમણે દિલ્હી હાઇકોર્ટમાં પડકાર ફેંકી દસ લાખ રૂપિયાના વળતરની માગણી કરી છે. access_time 7:32 pm IST