Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

મેનગ્રુવના જંગલોનું નિકંદન નોંધાયુ છે : એનજીટીના ચેરપર્સન જસ્‍ટિસ એકે ગોયલ : જંગલોની ફરીથી વાવણીનું કામ શરૂ કરી દેવા આદેશ : દંડની નકકી કરેલી રકમ સત્‍વરે વસુલો

મેનગ્રુવના જંગલોનું નિકંદન નોંધાયુ છે. એવું એનજીટીના ચેરપર્સન જસ્‍ટિસ એકે ગયલે નોંધ્‍યુ છે. જંગલોની ફરીથી વાવણીનું કામ શરૂ કરી દેવા આદશ અપાયો છે. દંડની રકમ નકકી રકમ સત્‍વરે વસુલવા જણાવાયું છે.

આ અંગેની વિગતો જોઇએ તો. વનવિભાગ અને ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીની જોઈન્ટ કમિટી યોગ્ય પગલાં લે. આ જોઈન્ટ કમિટીએ 3 મહિકેમલ બ્રીડર્સ એસોસિએશન દ્વારા NGTમાં ફરિયાદ કરાઈનામાં ગુજરાતના ચીફ સેક્રેટરીને અહેવાલ આપવાનો રહેશે.

કેમલ બ્રીડર્સ એસોસિએશન દ્વારા NGTમાં ફરિયાદ

નોંધનીય છે કે આ પહેલા પણ NGTએ ગુજરાતના કચ્છ જિલ્લામાં દિન દયાળ પોર્ટ ટ્રસ્ટ ઉપર લાગેલા મેનગ્રુવના જંગલોના નિકંદનના આક્ષેપો મુદ્દે કેન્દ્ર અને અન્ય સત્તાધીશો પાસેથી જવાબ માંગ્યો હતો. આ મુદ્દે રાજ્યના કેમલ બ્રીડર્સ એસોસિએશન દ્વારા NGTમાં ફરિયાદ કરાઈ હતી.

જો કે 11 સપ્ટેમ્બર 2019માં આપેલા ચુકાદાનું કોઈ અમલીકરણ ન થતા NGTએ સરકારને ઠપકો આપ્યો હતો. એસોસિએશને ફરિયાદ કરી હતી કે ભચાઉ તાલુકામાં નાની ચિરાઈ અને મોટી ચિરાઈ વિસ્તારના મેનગ્રુવના જંગલોને ખૂબ નુકશાન થયું છે.

મેનગ્રુવના વિનાશથી ખરાઈ જાતિના ઊંટને તેનો ખોરાક મળતો નથી

મેનગ્રુવના જંગલોના નિકંદનથી ફક્ત જંગલોના નિયમોનો ભંગ નથી થતો પણ કચ્છમાં જ જોવા મળતા ખરાઈ નામની જાતિના ઊંટને તેનો ખોરાક મળતો નથી જેથી તે ઊંટ ઉપર નભતા સેંકડો કેમલ બ્રીડર્સની આવક પણ છીનવાઈ જાય છે. આ પીટીશન એડવોકેટ સંજય ઉપાધ્યાય દ્વારા ફાઈલ કરવામાં આવી હતી.

આ ઉપરાંત NGTએ ગયા વર્ષે બીજો એક નિર્દેશ આપ્યો હતો કે નદીમાંથી કુદરતી રીતે વહેતા વહેણ એટલે કે creekને કોઈ પણ રીતે રોકવામાં આવશે અને તેને કોઈ અવરોધ વિના વહેવા દેવાશે. આ માટે પણ NGTએ વનવિભાગ અને ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીને આદેશ આપ્યો છે કે આ વહેણને રોકતા આરોપીઓની શોધીને તેમની અટકાયત કરવામાં આવે.

NGTએ કહ્યું હતું કે જો મેનગ્રુવ વિસ્તારમાં કોઈ પણ એવી પ્રવૃત્તિ થઇ રહી છે કે જેમાં ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ 1980 કે કોઈ પણ બીજા કાયદાનું ઉલ્લંઘન થઇ રહ્યું હોય તો વનવિભાગે તાત્કાલિક પગલાં લેવા પડશે.

(12:11 am IST)