Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

મંત્રીમંડળમાં સૌથી નાની વયના મંત્રી બન્યા હર્ષ સંઘવી : મોદીને મળ્યા પછી જીવનમાં બદલાવ આવ્યો

2006માં ગાંધીનગર સચિવાલયમાં મુલાકાતે આવેલ હર્ષ પ્રથમ વખત મોદી સાથે ભેટો થયો

અમદાવાદ :જ્ઞાતિગત સમીકરણોને દુર કરી 27 વર્ષની નાની ઉંમરે ગુજરાત વિધાનસભાની ચુંટણી જીતનાર સુરતના મજુરાના ધારાસભ્યના હર્ષ સંઘવીના જીવનમાં નરેન્દ્રભાઈ  મોદીને મળ્યા પછી બદલાવ આવ્યો. 10 ધોરણ પછી ભણવાનું છોડી દઈ પિતાના ડાઈમન્ડ બીઝનેઝમાં જોડાઈ ગયેલા હર્ષને નરેદ્રમોદીના વ્યક્તિત્વની એવી અસર થઇ કે રાજકારણ સાથે લેવા દેવા ના હોવા છતાં હર્ષ રાજકારણમાં પ્રવેશ્યો. વર્ષ 2006માં ગાંધીનગર સચિવાલયમાં મુલાકાતે આવેલ હર્ષ પ્રથમ વખત નરેન્દ્રભાઈ  મોદી સાથે ભેટો કર્યો અને પછી નક્કી કરી લીધું કે હવે લોક સેવામાં જ જોડાવું. આ મુલકાત પછી હર્ષ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચામાં જોડાયો અને સુરતમાં કામગીરી ચાલુ કરી અને પછી રાજકારણમાં પ્રગતી કરી.

વર્ષ 2011માં હર્ષ અને ગુજરાતના અન્ય યુવાનો શ્રીનગર ખાતે લાલચોકમાં ત્રિરંગો લહેરાવા માટે ગયા હતા જ્યાં પોલીસ દમન તેમને માર પણ પડ્યો હતો અને 6 દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા અને આ ઘટના પછી સુરત રેલ્વે સ્ટેશન પર હર્ષનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વર્ષ 2012ની વિધાનસભા ચુંટણીમાં નરેદ્રભાઈ  મોદી દ્વારા સુરતની મજુર વિધાનસભામાં હર્ષ સંઘવીને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યો. હર્ષ ચુંટણીમાં કોંગ્રેસના હરીફ ઉમેદવારને 51% વોટથી પરાજય આપ્યો અને ત્યારબાદ 2017ની ચૂંટણીમાં પણ વિજય મેળવ્યો હતો અને ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ રહ્યા.

હર્ષ દ્વારા સર્વપ્રથમ સુરતની સિવિલ હોસ્પિટલમાં વિકાસના કામોનો પ્રારંભ કર્યો અને જાતે જ દર અઠવાડિયે સિવિલ હોસ્પિટલની મુલાકાત અને જાતે જ ધ્યાન રાખી દેશનું સૌથી આધુનિક 2 નંબરનું ઓપરેશન થીયેટર બનવામાં આવ્યુ.

હર્ષ સંઘવી માને છે કે પહેલા હું જયારે રાજકારણને જોતો તો એવુ જ લાગતું હતું કે જ્ઞાતિના સમીકરણોથી ચુંટણીમાં વિજય મળે છે પરંતુ મોદી સાહેબને મળ્યો અને તેમને જોયા ત્યારે લાગ્યું કે એવું નથી હોતું, પોતાની આવડત અને લોક સેવામાં પોતાની જાતને લગાડી દેવામાં આવે તો એ પણ શક્ય છે.

હર્ષ જાતે સાયકલ લઈને, સ્કુટર લઈને અને કાર લઈને લોકો જોડે પહોંચી જાય છે અને તેમની વાતો સાંભળી સૂચનો અને પ્રશ્નોનું નિરાકરણ લાવે છે.

હર્ષના પરિવારમાં પિતા ઉદ્યોગપતિ છે અને માતા, પત્ની અને બે બાળકો છે જે સુરતમાં રહે છે અને પરિવાર મૂળ ઉત્તર ગુજરાતનો છે. વર્ષ 2013માં આવેલા પુર વખતે સુરતના આઝાદનગરમાં પાણીમાં ડૂબતા યુવકને હર્ષ સંઘવીએ જાતે ડૂબકી મારીને બચાવ્યો હતો, જયારે હર્ષના રાજકારણમાં પ્રવેશતા સમયે પરિવાર ડરતો હતો.

(9:13 am IST)