Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

રાજ્યના નગરો-મહાનગરોમાં વધુમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણ જળવાય અને શુદ્ધ પ્રાણવાયુ મળે તે માટે ગ્રીન કવર વધારવાની નેમ વ્યકત કરતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૧મા જ્ન્મદિને અમદાવાદ પૂર્વના લાલ બહાદુર શાસ્ત્રી તળાવમાં ૭૧ હજાર વૃક્ષારોપણ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ : લાલ બહાદુર શાસ્ત્રી તળાવ ખાતે નરેન્દ્ર મોદી વનનું નિર્માણ

             રાજકોટ, તા. ૧૭ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૧માં જન્મદિવસે અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રી તળાવના નરેન્દ્ર મોદી વનમાં રેકોર્ડ બ્રેક ૭૧ હજાર વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ પ્રેમનો સંદેશો આપ્યો હતો.

આ ૭૧ હજાર વૃક્ષો  શહેરના ગ્રીન કવર વિસ્તાર વધારવામાં મદદરૂપ બનશે તેવું જણાવી  મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નગરો-મહાનગરોમાં વધુમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણ જળવાય અને શુદ્ધ પ્રાણવાયુ મળે તે માટે ગ્રીન કવર વધારવાની નેમ વ્યકત કરી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઙ્કૃજ્ઞ્સ્નસ્નજ્ઞ્ંઁ ૃજ્ઞ્શ્રશ્રજ્ઞ્ંઁ દ્દશ્વફૂફૂસ્નઙ્ખ અભિયાનને વેગવંતુ બનાવવા જે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં અમદાવાદ ના સાંસદ શ્રી સર્વ શ્રી  હસમુખભાઈ પટેલ, કિરીટભાઈ સોલંકી, ધારાસભ્ય સર્વ શ્રી પ્રદિપસિંહ જાડેજા, વલ્લભભાઈ કાકડીયા, અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, કોર્પોરેટર સર્વશ્રીઓ, પક્ષના નેતા શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી મુકેશકુમાર, મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

(4:25 pm IST)