Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

વિરમગામના સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉજવલ્લા - 2 યોજના અન્વયે વિના મૂલ્યે ગેસ કનેક્શન અપાયા

કોરોના રસીકરણમાં 100 ટકા રસીકરણ કરનારા ૧૮ ગામોના સરપંચોનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યુ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૧માં જન્મ દિવસને ગરીબોની બેલી સરકાર તરીકે સમગ્ર ગુજરાતમાં ગરીબ હિતકારી કાર્યક્રમોથી ઉજવવામાં આવ્યો હતો. જે અંતર્ગત વિરમગામના સિદ્ધનાથ મંદિરના હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ગરીબ માતા બહેનોને ઉજવલ્લા 2 યોજના અન્વયે  વિના મૂલ્યે ગેસ  કનેક્શન આપવામાં આવ્યા હતા. તેમજ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો  કોરોના કાળ દરમ્યાન માતા કે પિતા ગુમાવી બેઠેલા બાળકોને સહાય લાભ અને કોરોના રસીકરણમાં 100 ટકા રસીકરણ કરનારા ૧૮ ગામોના સરપંચોનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત મુખ્યમંત્ર ભુપેન્દ્રભાઇ પટેલનો કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યુ હતુ.

  વિરમગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં વિરમગામના પુર્વ ધારાસભ્ય વજુભાઇ ડોડીયા, કિરીટસિંહ ગોહિલ, દિપકભાઇ પટેલ, જનકભાઇ પટેલ, દશરશભાઇ કોળી પટેલ, મયુરભાઇ ચાવડા, વિષ્ણુભાઇ જાદવ, કમરૂદ્દિનભાઇ સમા, તાલુકા વિકાસ અધિકારી વિષ્ણુભાઇ બારોટ, તાલુકા સદસ્યો સહિત મોટી સંખ્યામાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

(6:52 pm IST)