Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

વિરમગામના શિવ હોસ્પિટલ ખાતે ભાજપ મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષાએ ગણપતિ દાદાની આરતી ઉતારી

વડાપ્રધાન મોદીના જન્મદિવસે તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી

વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વિરમગામના શિવ હોસ્પિટલ ખાતે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષા ડો દીપીકા સરડવા દ્વારા વિઘ્નહર્તા ગણપતિ દાદાની આરતી ઉતારવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડો.દિપીકા સરડવા, દિપા ઠકકર, ડો.નયના સારડા, ડો.પ્રકાશ સારડા, અમિત પટેલ, દિલીપ ધાંધલ સહિત હોસ્પિટલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષા ડો દીપીકા સરડવાએ જણાવ્યું હતું કે, માઁ ભારતીના પનોતા પુત્ર અને ગુજરાતના સપૂત આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આજે 71 મો જન્મદિવસ છે ત્યારે વિરમગામ ખાતે સેવાકાર્યમાં જોડાવાનો મને મોકો મળ્યો છે. વિરમગામના શિવ હોસ્પિટલ ખાતે ગણેશ ભગવાનની આરતી કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી છે.

(6:56 pm IST)