Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

IIT ગાંધીનગરના એસોસિયેટ પ્રો,સિમલ મિશ્રાની પ્રતિષ્ઠિત 2021 અમેરિકન જીઓફિઝિકલ યુનિયન (AGU) દેવેન્દ્ર લાલ મેમોરિયલ મેડલ માટે પસંદગી

પ્રોફેસર વિમલ મિશ્રાને પૃથ્વી વિજ્ઞાનમાં તેમના ઉત્કૃષ્ટ સંશોધન અને યોગદાન માટે આ મેડલ માટે તેમની પસંદગી કરાઈ

ગાંધીનગર : ભારતીય પ્રૌદ્યોગિકી સસ્થાન ગાંધીનગર (IIT ગાંધીનગર) માં સિવિલ એન્જિનિયરિંગના એસોસિયેટ પ્રોફેસર પ્રો. સિમલ મિશ્રાને પ્રતિષ્ઠિત 2021 અમેરિકન જીઓફિઝિકલ યુનિયન (AGU) દેવેન્દ્ર લાલ મેમોરિયલ મેડલ માટે પસંદ કરવામાં આવ્યા છે.

AGU, એક બિન-નફારક સંસ્થા કે જે પૃથ્વી અને અવકાશ વિજ્ઞાનમાં વિશ્વભરના 1,30,300 ઉત્સાહીઓ અને નિષ્ણાતોને પ્રોત્સાહિત કરે છે. પ્રતિ વર્ષે તેના સન્માન અને માન્યતા કાર્યકર્મના ભાગરુપે પસંદગીના વ્યકિતઓને સન્માનિત કરવામાં આવે છે. દેવેન્દ્ર લાલ મેમોરિયલ મેડલ દર વર્ષે વિકાસશીલ દેશના અને ત્યાં કામ કરતા એક પ્રારંભિક અથવા મિડ કેરિયર વૈજ્ઞાનિકને પૃથ્વી અને અવકાશ વિજ્ઞાનમાં ઉત્કૃષ્ટ સંશોધનના સન્માનરુપે આપવામાં આવે છે.

પ્રોફેસર વિમલ મિશ્રાને પૃથ્વી વિજ્ઞાનમાં તેમના ઉત્કૃષ્ટ સંશોધન અને યોગદાન માટે આ મેડલ માટે તેમની પસંદગી કરવામાં આવી છે. એત એવોર્ડ વિજેતા તરીકે પ્રોફેસર મિશ્રા AGU ફેલો અને AGUના આજીવન સભ્ય પણ બનશે. તારીખ 13 થી 17 ડિસેમ્બર 2021ના રોજ અમેરિકાના ન્યુ ઓર્લિયન્સ, લુઈસિયાનામાં યોજાનારી AGU 2021 ફોલ મીંટિગ દરમિયાન તેમને આ મેડલ એનાયત કરવામાં આવશે. મેડલ વિજેતા હોવાથી તેમને આ પ્રતિષ્ઠિત કાર્યકર્મમાં વ્યાખ્યાન આપવા માટે આંમત્રિત કરવામાં આવશે.

આ પ્રતિષ્ઠિત મેડલ માટે પસંદગી પામવા અંગેના પોતાના વિચારો શેર કરતા પ્રો.વિમલ મિશ્રાએ કહ્યું, “દેવેન્દ્ર લાલ મેમોરિયલ મેડલ વિજેતા તરીકે હું અત્યંત નમ્ર અને સન્માનિત અનુભવું છું. હું માકા કાર્યની આ માન્યતા માટે AGU ઓનર્સ એન્ડ રેકગ્નિશન કમિટિ, પસંદગી સમિતિઓ,નામાકનકર્તાઓ અને નામાંકન સમર્થકોનો આભાર વ્યક્ત કરું છું. હું મારા સહકર્મીઓ, માર્ગદર્શકો,વિદ્ધાથીઓ,સહયોગીઓ અને મારા પ્રિય પરિવારનો સતત ટેકો અને પ્રોત્સાહન આપવા બદલ આભાર માનું છું.

(8:55 pm IST)