Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

મહામારીમાં સી.આર.પાટીલે ઇન્જેક્શન સંગ્રહ કર્યો હતો : શું હર્ષ સંઘવી કાર્યવાહી કરાવશે ? : અમિત ચાવડાનો સવાલ

ગુનાહિત બેદરકારી થઈ તેનો જવાબદાર કોણ? શું નવી સરકાર આ મુદ્દાને ગંભીરતાથી લઈ કડક પગલા લેશે ખરી?

અમદાવાદ : ગુજરાતના મંત્રીમંડળ પર સવાલો કરી કોંગ્રેસે મંત્રીમંડળને બિન અનુભવી અને દિલ્હીના રિમોટથી ચાલતી સરકાર કહી આરોપો કરવાનું ચાલુ કર્યું હતું ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ અને સરકાર પર આકરા પ્રહાર કરતાં અમિત ચાવડાએ નવા વરાયેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સવાલો કર્યા હતા અને કહ્યું હતું કે શું હર્ષ સંઘવી સી.આર.પાટીલ સામે કાર્યવાહી કરાવશે ?"

  કોરોનાની બીજી લહેર ચાલી રહી ત્યારે ભાજપ તરફથી સી આર પાટીલે સુરતના ભાજપ કાર્યાલય પરથી રેમડેસિવિર ઇન્જેક્શન નું ફ્રીમાં વેચાણ કર્યું હતું. સી આર પાટીલનો આ મુદ્દે કોંગ્રેસ વારંવાર વિરોધ કરતી આવી છે. અમિત ચાવડાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીને સવાલ કરતાં કહ્યું હતું કે શું હર્ષ સંઘવી સી.આર.પાટીલ સામે કાર્યવાહી કરાવશે ?, મહામારીમાં સી.આર.પાટીલે રેમડેસિવિર ઇન્જેક્શન સંગ્રહ હતો કર્યો જે ગુનો કહેવાય તો શું પાટીલ ભાવું સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? આવા સવાલો કરી આડકતરી રીતે ભાજપ અને સરકાર પર નીતિને લઈને પ્રહાર કર્યા હતા.

  વધુમાં તેમણે કહ્યુ હતું કે સી આર પાટીલ દ્વારા 5000 રેમડેસિવિર ઇન્જેક્શન ચોરી કરી લોકોને મારવા માટે છોડી દેવામાં આવ્યા. જરૂરિયાત મંદોને વંચિત રાખવાં આવ્યા તો શું નવી વરાયેલી સરકાર ચોરીના આરોપ સાર સી આર પાટીલ સામે કાર્યવાહી કરશે ખરી? ગુનાહિત બેદરકારી થઈ તેનો જવાબદાર કોણ? કેમ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી શું નવી સરકાર આ મુદ્દાને ગંભીરતાથી લઈ કડક પગલા લેશે ખરી? , આમ કોરોનાની બીજી લહેરનો ભૂતકાળ યાદ કરાવી હાલની સરકારને કોંગ્રેસ નેતા ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે

(11:26 pm IST)