Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

રાજપીપળામાં નવા વર્ષમાં ફૂલોના ભાવમાં તોતિંગ વધારો થતાં હવે ભગવાનની પૂજા પણ મોંઘી થઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા શહેરમાં બેસતા વર્ષના દિવસે પણ ગુલાબ,ગલગોટા સહિતના ફૂલોના ભાવ બમણા થતા લોકડાઉન અને ત્યારબાદની મંદીની સાથે લોકોની આર્થિક હાલત તો ખરાબ થઈ છે ઉપરાંત હવે ભગવાન ની પુંજા માટે વપરાતા ફૂલોનો ભાવ પણ બમણો થતા મધ્યમ ગરીબ વર્ગના પરિવારોની હાલત ખરાબ થતા  દિવાળીની તમામ ખરીદી ઉપર કાપ મુકવો પડ્યો છે.ચોમાસા દરમિયાન ભારે વરસાદમાં ફૂલોનો ભાવ આસમાને પહોંચ્યો હતો ત્યારબાદ હાલ દિવાળી પર્વમાં પણ ફૂલોની અછતના કારણે ભાવ બમણા થતા વેપારીઓ સહિત ગ્રાહકોએ ખરીદી પર કાપ મુક્યો હતો.

(11:02 pm IST)