Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

મોડાસાના રિલાયન્સ પેટ્રોલ પંપ પર મારામારી :પાંચ શખ્શોએ કર્મચારીને છૂટાહાથે માર માર્યો

છુટા પૈસા બાબતે રકઝક થતા મામલો બિચક્યો :ઘટનાના દ્રશ્યો CCTVમાં કેદ

અરવલ્લી જિલ્લાના મોડાસાના કોલેજ રોડ પર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ ઉપર મારામારી ઘટના બની હતી. જેમાં પાંચ અજાણ્યા તોફાની તત્વો પેટ્રોલ નંખાવા માટે આવ્યા હતા.આ સમયે કર્મચારીને રૂપિયા107નું પેટ્રોલ નાંખવાનું કહ્યુ હતું.જોકે કર્મચારી પાસે છુટા ત્રણ રૂપિયા ન હોવાથી આ બાબતે રકઝક થઇ હતી અને ત્યારબાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું. જેમાં અજાણ્યા વ્યક્તિઓએ કર્મચારીને છુટા હાથે માર માર્યો હતો. આ અંગે પેટ્રોલ પંપના માલિકે પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.

રિલાયન્સ પેટ્રોલ પંપ પર મારામારીનો બનાવ બનતા પેટ્રોલ પંપ માલિક અને કર્મચારીઓમાં ગભરાટ પ્રસર્યો હતો. ઘટનાના દ્રશ્યો CCTVમાં કેદ થયા હતા.

(11:21 pm IST)