Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

નવા વર્ષે આતુરતાનો અંત : અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના વૅક્સીનની ટ્રાયલ શરૂ

ગંભીર દર્દીઓની પસંદગી કરી તેમના પર ટ્રાયલ લેવાઈ : “કોવૈક્સીન”ના ત્રીજા તબક્કાનું ટ્રાયલ દેશના 26 હજાર વોલેન્ટિયર્સ પર ટ્રાયલ કરાશે

અમદાવાદ: ગુજરાત સહિત સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાઈરસએ  હાહાકાર મચાવ્યો છે કોરોનાની અસરકારક વૅક્સીન ના મળે, ત્યાં સુધી તકેદારી રાખવી એ એક માત્ર ઉપાય છે,લોકો પણ કોરોનાની કારગર વૅક્સીનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે.ત્યારે હવે નવા વર્ષે આતુરતાનો અંત આવ્યો છે  જેમાં મંજૂરી મળ્યા બાદ ભારતમાં કોરોના વૅક્સીનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે. આટલું જ નહીં, અમદાવાદની અસારવા અને સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દી પર તેનું ટ્રાયલ  કરવામાં આવી રહ્યું છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદ સ્થિત કંપની ભારત બાયોટેકની સ્વદેશી કોરોના વૅક્સીન “કોવૈક્સીન”ના ત્રીજા તબક્કાનું ટ્રાયલ આજથી દેશના 26 હજાર વોલેન્ટિયર્સ પર કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત અમદાવાદની અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલ અને સોલામાં આવેલ સિવિલ હોસ્પિટલમાં  કોરોનાના ગંભીર દર્દીઓની પસંદગી કરી તેમના પર ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. આ વૅક્સીનના ટ્રાયલ પહેલા દર્દીઓની સંમતિ લેવામાં આવી હતી.

(10:04 am IST)