Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

ઓલગામ પાસે બે મો.સા.વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા 2ના મોત :4ને ગંભીર ઇજાઓ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દેડીયાપાડાના ઓલગામ પાસે બે મો.સા. વચ્ચે અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે ચારને ઇજા થઈ હોય જેમાં જંગલસિંગ ભાઇ તડવીની ફરિયાદ મુજબ તેમનો દિકરો પ્રદિપભાઇ તથા દિનેશભાઇ નાઇક તથા સુહાશભાઇ વળવી મો.સા ગાડી નં-GJ22- M.3219 નું લઈને શંભુનગર ચોકડી તરફથી પુર ઝડપે રૉગ-સાઇડે લાવતા ઓલગામ ગામની સિમ પાસે સામેથી આવતી પેશન પ્રો મો.સા.નં-GJ.19.AD.6972ને ટક્કર મારતા મો.સા ચાલક સુહાસ ને પગે ફેન્ચર કરી તેમજ તેની પાછળ બેસેલા દિનેશભાઇ કાશીરામભાઇ નાઇક (ઉ.વ.૨૦) ને શરીરે ગંભીર ઈજાઓ થતા સ્થળ ઉપર મોત થયુ હતું તથા પ્રદિપભાઇ તડવી (ઉ.વ.રર) ને શરીરે ગભીર ઈજાઓ પોહચાડી સારવાર દરમ્યાન મોત થયું હતું.અને પેશન પ્રો મો.સા.ચાલક  રાકેશ ભાઇને ડાબા હાથે ફેકચર કરી પાછળ બેસેલ ગીતાબેનને પણ પગે ફેક્યર કરી ગભીર ઈજાઓ પોહચાડી ગુનો કરતા ડેડીયાપાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(9:57 pm IST)