Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

પરિણીતાના પ્રેમમાં પાગલ એક પ્રેમીએ બીજાની ક્રૂર હત્યા કરી

સુરતમાં એક ફૂલ દો માલીનો કરૂણ અંજામ : ખૂની ખેલ ખેલનાર પ્રેમી, તેનો મિત્ર ઝડપાયા, ઘરે કામ કરવા આવતી પરિણીતા સાથે યુવકના આડા સંબંધ હતા

સુરત, તા. ૧૭ : સુરતમાં હત્યાની એક અલગ ઘટના સામે આવી હતી. સુરતના સચિન વિસ્તારમાંઉતરાણ દિવસે આએક યુવાની ઘાતકી હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવી હતી જોકે પોલીસે આ હત્યા  પરણિત પ્રેમિકાને પામવા બે પ્રેમી માંથી  એક પ્રેમીએતેના મિત્ર સાથે મળી  બીજા પ્રેમીની હત્યા કરી જોકે પોલીસે આ મામલે હહત્યરા પ્રેમી અને તેના મિત્રની ધરપકડ કરી છે

સુરતમાં સતત હત્યાની ઘટના સમયે આવી રહી છે ત્યારે સચિન વિસ્તારમાં ઉતરાણના દિવસે એક યુવાની ઘાતકી હત્યા કરેલી લાશ મળી આવી હતી. જોક આ મામલે પોલીસે તપાસ કરતા સચીન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી સાઈબાબા રેસીડેન્સી પાસે માળીઆવેલ લાશ સચિન ય્ૈંડ્ઢઝ્ર  ખાતે આવેલ તળગપુર ગામ ખાતે  જાકીરભાઇની ચાલીમાં રહેતા અને મજૂરી કામ કરતા  ગંગાસિંહ રમાકાંતસિંહ તરીકે ઓળખ થઇ હતી.

જોકે આ યુવાની હત્યા મામલે પોલીસે તપાસ કરતા માલુમ પડેલ કે આ યુવાનના ઘરે ઘરકામ કરવા આવતી મહિલા સાથે આ યુવાનને પ્રેમ સંબંધ હતો સાથે મારનાર યુવાનના ઘરે પણ મહિલા રસોઈ તેમજ અન્ય ઘરકામ કરવા જતી હતી જેને લઈને બંનેવ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે મહિલા પરિણીત હોવાની સાથે મરનાર યુવાન સાથે પણ અનૈતિક સંબંધો ધરાવતી હતી.

જોકે આ મહિલાએ આ યુવાન સાથે પ્રેમ સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી અન્ય એક યુવાન સાથે પ્રેમ સબધ બાંધ્યો હતો જેને લઇને  મરનાર યુવાન આ પરિણીત મહિલા અને પોતાની સાથે રહેવા માટે સતત દબાણ કરતો હતો ત્યારે આ મહિલાના અન્ય એક યુવાન  છબીરામ ઉર્ફે રમેશ ઉર્ફે કમલેશ રામપાલ યાદવસાથે પણ પ્રેમ સંબંધ હોવાને લઈને આ યુવાન પણ આ મહિલાને તેની સાથે રહેવા દબાણ કરતો હતો.

જોકે આ મહિલાના પહેલાં પ્રેમી વિષે જાણકારી મળતા  છબીરામ ઉર્ફે રમેશ ઉર્ફે કમલેશ રામપાલ યાદવે તેના એક મિત્ર  બ્રિજમોહન ઉર્ફે બિજે છોટેલાલ ગુપ્તા સાથે મળી  આ યુવાનની ઘાતકી હત્યા કરી નાખી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે આ બંને આરોપી ને ઝડપી પડી તેના વિરુદ્ધ કાયદેસની  કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે

(9:41 pm IST)