Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

તિલકવાડાના શખ્શને 30 હજાર વ્યાજે આપી 15 ટકા  જેટલું ઊંચું વ્યાજ લેનાર બે શખ્શો સામે પોલીસ ફરિયાદ

82 હજાર રૂપિયા પડાવી વધુ 95 હજારની માંગણી કરતા નસવાડી તિલકવાડાના શખ્શો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : સમાજમાં ઉંચા વ્યાજ લેવાનું દુષણ દિન પ્રતિદિન વધી રહ્યુ છે ત્યારે સરકાર દ્વારા પોલીસ વિભાગને સુચના આપી નિર્દોષ રીતે વ્યાજના દુષણનો ભોગ બનનાર લોકોની વ્હારે આવી કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની સુચના અને માર્ગદર્શન આપતા હવે ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજ લેતાં તત્વો માં ફફડાટ ફેલાયો છે.

  તિલકવાડાના ગણસઈદા ખટે રહેતા  ફરિયાદી કિશન કાભાઈ તડવીનાઓ એ આરોપી 1) સુશીલ માનચંદ ડોંગરા પાસેથી 2021નાં વર્ષ મા નાણાંની જરૂર હોયને રોકડા રૂપિયા 30 હજાર લીધા હતા આ રૂપિયા તિલકવાડા ખાતે જ રહેતા આરોપી 2)  નરેન્દ્ર હરિભાઈ પરમારે વચ્ચે રહીને અપાવ્યા હતા, આ નાણાકીય વ્યવહાર પેટે ફરિયાદી એ બન્ને આરોપીઓને કુલ રૂપિયા 82 હજાર આપી દીધા હોવા છતાં પણ આરોપીઓ ફરિયાદી પાસે ફોન કરી તેમજ રૂબરૂ હજી તરે રૂપિયા 95 હજાર આપવાના છે એમ કહી ને કડક ઉઘરાણી કરતા ગાળો આપી રૂપિયા નહિ આપે તો જાન થી મારી નાખવાની ધમકી આપતા અને 15 ટકા જેટલું ઊંચું વ્યાજ લેતાં હોય ને ફરિયાદી એ તિલકવાડા પોલીસ મથક માં ફરિયાદ કરતા પોલીસે બન્ને આરોપીઓ સામે જાન થી મારી નાખવાની ધમકી અને મની લોન્દ્રિંગ હેઠળ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે

(10:12 pm IST)