Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બન્યું હોટ ફેવરેટ :  ડિસેમ્બરમાં 7 લાખ પ્રવાસીઓ નોંધાયા

છેલ્લા 4 વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 1.20 કરોડ પ્રવાસીઓ મુલાકાત લઇ ચુક્યા છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બન્યું હોટ ફેવરેટ બની રહ્યું છે વાર તહેવાર હોય કે મીની વેકેશન સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગરીને પ્રવાસીઓ ખુબ પસંદ કરી રહ્યા છે કેમકે અહીંયા નાના બાળકોથી લઈને યુવાનો યુવતીઓ, મહિલાઓ પુરુષો અને વૃધો તમામ ઉંમરના લોકોને ગમે એવા આકર્ષક 20થી વધુ પ્રોજેક્ટો છે. સેલ્ફી માટે ફ્લાવર ઓફ વેલી છે. સીન સિનેરીઓ પણ ખુબ સુંદર છે. એટલે આ  ડિસેમ્બરમાં 7 લાખ પ્રવાસીઓ નોંધાયા જે અત્યાર સુધીમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ નોંધાયા છે અને આ જાન્યુઆરી મહિનામાં પ્રવાસીઓની સંખ્યા ઓછી હોય છે પરંતુ જાન્યુઆરી મહિનામાં પણ રોજના 18 થી 20 જેટલા પ્રવાસીઓ હોય જ છે. 31 ઓક્ટોબર 2018માં SOU ખુલ્લું મુકાયા બાદ  છેલ્લા 4 વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 1.20 કરોડ પ્રવાસીઓ મુલાકાત લઇ ચુક્યા છે.

નર્મદા જિલ્લામાં પહેલા નર્મદા ડેમ સાથે ઝારવાણી  ધોધ,નિનાઈ ધોધ અને પોઇચા સ્વામિનારાયણ નીલકંઠ ધામ, હરસિધ્ધિ માતાજી મંદિર દેવમોગરા મંદિર સહીત ધાર્મિક અને પ્રવાસન સ્થળો હતા. 2018 માં  સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ અને અવનવા પ્રોજેક્ટો બાદ નર્મદા જિલ્લો દેશ અને દુનિયાના નકશામાં અંકિત પામ્યો છે. અને દેશ વિદેશ થી અહીંયા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે.  જેને લઈને હવે પ્રવસીઓની સુવિધાઓ માટે બસો ની સંખ્યા વધારવામાં આવી ઓનલાઇન ટિકિટ સાથે ઓફ લાઈન ટિકિટ બારીઓ પણ વધારવામાં આવી, પિન્ક રીક્ષાઓ, ઈ-કારની સુવિધાઓમ જંગલ સફારીમાં ગોલ્ફ કાર સુવિધાઓ  વધારવામાં આવી છે. ત્યારે પ્રવાસીઓને અહીંયા મુક્ત મને ફરવા સાથે ચોખ્ખું વાતાવરણ પણ મળી હે છે એટલે અહીંયા પ્રવસીઓ ખુબ આવી રહ્યા છે.

(10:16 pm IST)