Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

અંબાજી GEB કચેરી ખાતે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન યોજાયું :દિવસે વિજળી આપવા ખેડૂતોની માંગણી

GEB કચેરી ખાતે ખેડૂતોએ આવેદન પત્ર પાઠવ્યું :અંબાજી અને આજુ બાજુના ખેડૂતોને દિવસે નહીં રાત્રે વીજળી મળે છે જેને લઈને ખેડૂતો દ્વારા GEB કચેરી ખાતે આવેદન અપાયું

બનાસકાંઠા:  અંબાજી GEB કચેરી ખાતે ખેડૂતોએ આવેદન પત્ર પાઠવ્યું છે. અંબાજી અને આજુ બાજુના ખેડૂતોને દિવસે વીજળી નહીં આપી રાત્રે વીજળી મળે છે જેને લઈને ખેડૂતો દ્વારા અંબાજી  GEB કચેરી ખાતે આવેદન આપ્યું છે.  અંબાજી અને આજુબાજુમા વસવાટ કરતા ખેડૂતો દ્વારા આજે અંબાજી જીઈબી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ખેડૂતો પોતાની માંગણીને લઇ આજે મોટી સંખ્યામાં ખેડૂતોએ એકત્રિત થઈ અંબાજી જીઇબી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. 

હાલમાં શિયાળાની ઋતુમાં સરકાર દ્વારા દિવસે વીજળી ન આપી રાત્રે વીજળી મળી  રહી છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે દિવસે  વીજળી આપવામાં આવે. જેને લઈને આજે અંબાજી જીઇબી કચેરી ખાતે ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શિયાળાના મોસમમાં કાતિલ ઠંડીના લીધે ખેડૂતો પોતાની વેદના જાહેર કરી કહી રહ્યા છે કે કાતિલ ઠંડીમાં અમે કેવી રીતે ખેતીના પાકને પાણી પહોંચાડીએ અને અંબાજી અને આજુબાજુ વિસ્તારમાં સેન્ચ્યુરી હોવાના લીધે અને પહાડી વિસ્તાર હોવાના લીધે જંગલી જાનવરોનો પણ ભય હોય છે ત્યારે રાત્રિ દરમિયાન વીજળી ન આપી દિવસે મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

આજે અંબાજી અને આજુબાજુ વિસ્તારમાં રહેતા ખેડૂતો અંબાજી ખાતે એકત્રિત થઈ સરકાર દ્વારા આપવામાં આવી રહેલી વીજળી રાત્રે આપી રહ્યા છે અને દિવસે વીજળી નો કાપ રહે છે. તેને લઈને ખેડૂતો પોતાની માંગણીને લઈ અંબાજી જીઇબી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કરી પોતાનો વિરોધ દર્શાવતા સરકારને ખેડૂતોને ધ્યાને લઈ દિવસે મળે તેવી માંગ કરી હતી. આ સાથે સાથે જો દિવસે વીજળી આવવામાં નહીં આવે તો ખેડૂતો ભૂખ હડતાળ અને અંબાજી કચેરી આગળ આંદોલન કરવામાં ચીમકી પણ ઉચ્ચારી હતી

(12:24 am IST)