Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

રાજ્યમાં ઠંડીથી લોકોને રાહત મળશે :પશ્ચિમી વિક્ષોભને કારણે તાપમાનમાં ફરી વધશે :એક દિવસ કચ્છમાં કોલ્ડ વેવની અસર

ઉત્તર ભારતમાં હિમ વર્ષાને પગલે ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડી

અમદાવાદ : આગામી સમયમાં રાજ્યમાં ઠંડીથી લોકોને રાહત મળશે. આજે અમદાવાદનું તાપમાન 9.7 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ,  આગામી સમયમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થશે. પશ્ચિમી વિક્ષોભને કારણે તાપમાનમાં ફરી વધારો આવશે. આજે એક દિવસ માટે કચ્છમાં કોલ્ડ વેવની અસર રહેશે.

ઉત્તર ભારતમાં હિમ વર્ષાને પગલે ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. નલિયા 2 ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યુ હતું. 3 દિવસ નલિયામાં ચારથી સાત ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા છે. તો 12 શહેરોમાં પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો. અમદાવાદમાં 7.6 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.  ગાંધીનગરમાં પણ કાતિલ ઠંડી પડતા 5.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.

(12:31 am IST)