Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

ઘઉં, મકાઇ, ધાણાના વાવેતરમાં વધારો : ચણા, જીરૂ, લસણમાં

ગુજરાતમાં શિયાળુ પાકનું કુલ વાવેતર ૯૯.૭૪ ટકા : ગયા વર્ષ કરતા ૨,૩૪,૫૪૭ હેકટરમાં ઓછું વાવેતર

રાજકોટ તા. ૧૮ : ગુજરાતમાં શિયાળુ પાકના વાવેતરની મોસમ લગભગ પૂરી થઇ ગઇ છે. તા. ૧૬ જાન્‍યુઆરીની સ્‍થિતિએ કુલ નોર્મલ વાવેતર વિસ્‍તારના ૯૯.૭૪ ટકા વિસ્‍તારમાં વાવેતર થયું છે. ઘઉં, ચણા જેવા પાક આવતા મહિનાના ઉતરાર્ધમાં બજારમાં આવવા લાગશે. ગયા વર્ષે આજના દિવસ સુધીમાં ૪૬,૯૭,૯૮૦ હેકટરમાં વાવેતર થયેલ. આ વર્ષે ૪૪,૬૩,૪૩૩ હેકટરમાં વાવેતર થયું છે. હાલની સ્‍થિતિએ ગયા વર્ષ કરતા ૨૩૪૫૪૭ હેકટર વાવેતરનો ઘટાડો નોંધાયો છે.

સરકારી આંકડાઓ જોતા આ વર્ષ ઘઉં, મકાઇ, ધાણા, વરીયાળી જેવા પાકમાં વાવેતરમાં વધારો થયો છે. ચણા, રાઇ, શેરડી, તમાકુ, જીરૂ, લસણ વગેરેના પાકમાં ગયા વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો છે. ટકાવારીની દૃષ્‍ટિએ પિયત ઘઉં, મકાઇ, ચણા, રાઇ, તમાકુ, લસણ, સવા, ઇસબગુલ, ડુંગળી, બટેટા, શાકભાજી, ઘાસચારો વગેરેનું ૯૦ ટકાથી વધુ વાવેતર થયું છે.

સૌરાષ્‍ટ્રમાં શિયાળામાં મુખ્‍યત્‍વે ઘઉં અને ચણાનું વાવેતર થાય છે. આ વખતે ઘઉંનું ૪૪૪૦૦૦ હેકટરમાં અને ચણાનું ૫૪૦૪૦૦ હેકટરમાં વાવેતર થયું છે. સૌરાષ્‍ટ્રમાં જીરૂ ૧૬૬૪૦૦ હેકટરમાં અને ધાણા ૨૧૮૮૦૦ હેકટરમાં વાવવામાં આવ્‍યા છે. દક્ષિણ ગુજરાતમાં શેરડી વધુ પાકે છે ત્‍યાં ૧૭૮૪૦૦ હેકટરમાં શેરડીનું વાવેતર છે. રવિ પાક મબલખ થવાની ખેડૂતોને આશા છે.(૨૧.૨૦)

ક્‍યા પાકનું કેટલુ વાવેતર ?

(આંકડા હેકટરમાં દર્શાવેલ છે)

પાકનું નામ   ગયા વર્ષનું વાવેતર     આ વર્ષનું વાવેતર

ઘઉં          ૧૨,૪૩,૯૬૪    ૧૨,૯૨,૨૦૬

મકાઇ        ૦૦,૮૭,૯૨૪    ૦૧,૦૫,૪૮૦

ચણા         ૧૦,૯૪,૩૧૧    ૦૭,૬૪,૪૫૭

રાઇ          ૦૩,૪૦,૩૨૯    ૦૩,૦૫,૨૧૪

શેરડી        ૦૨,૧૫,૩૬૦    ૦૧,૭૮,૩૭૩

જીરૂ          ૦૩,૦૭,૧૩૫    ૦૨,૭૫,૮૩૦

ધાણા         ૦૧,૦૨,૪૪૪    ૦૨,૨૨,૭૯૨

વરીયાળી     ૦૦,૩૬,૭૪૪    ૦૦,૫૧,૦૦૨

લસણ        ૦૦,૨૫,૮૨૯    ૦૦,૨૧,૧૦૦

તમાકુ        ૦૧,૩૭,૬૨૪    ૦૧,૩૮,૧૭૮

(1:56 pm IST)