Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

પ્રાકૃતિક ખેતી માટે અભિયાન ઉપાડનાર રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજીનો જન્‍મદિન

 (જીતેન્‍દ્ર રૂપારેલિયા-વાપી) વાપીઃ ગુજરાતના રાજ્‍યપાલ  આચાર્ય દેવવ્રત જી નો આજે એટલે કે ૧૮ મી જાન્‍યુઆરી ના રોજ જન્‍મદિવસ છે તેમના આ જન્‍મદિને ચોમરે થી તેમના ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે. તેઓ પ્રાકૃતિક ખેતીના પુરસ્‍કર્તા છે.

૧૮ મી જાન્‍યુઆરી ૧૯૫૯ માં હરિયાણા ખાતે જન્‍મ આચાર્ય દેવવ્રતજીએ ૧ યોગ વિજ્ઞાન અને નેચરોપેથીમાં ડોકટરેટ કરેલું છે.તેમણે ૧૯૮૦ ના દાયકા થી ગુરૂકુળ કુરૂક્ષેત્રના માર્ગદર્શક .વાલી, પ્રિન્‍સિપલ અને વોર્ડન તરીકે સેવા આપી છે તેઓ તેમના દૈનિક જીવન માં તેમની પ્રામાણિકતા,શિસ્‍ત અને નિયમિતતા માટે જાણીતા હતા. દેવવ્રતજીએ માસિક પત્રિકા ગુરુકુળ દર્શનના સંપાદન ઉપરાંત પ્રાકળતિક ચિકિત્‍સા ઉપર પુસ્‍તક પણ લખ્‍યું છે.

 દેવવ્રતજીએ ભારતીય સંસ્‍કળતિના પ્રચાર માટે યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયામાં  પ્રવાસ પણ કર્યો છે. દેવવ્રતજીએ હિમાચલ  પ્રદેશના રાજ્‍યપાલ તરીકે સુપેરે કામગીરી બજાવ્‍યા બાદ ૧૫ મી જુલાઈ ૨૦૧૯ થી ગુજરાત ના રાજ્‍યપાલ તરીકે સેવા આપી રહ્યા છે હાલ માં જ રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિદ્યાપીઠ ટ્રસ્‍ટના કુલપતિનો ચાર્જ સંભાળ્‍યો છે.

 આર્ય સમાજ થી પ્રભાવિત માનનીય રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજી આજે એટલે કે ૧૮ મી જાન્‍યુઆરી ૨૦૨૨ના રોજ ૬૪ માં વર્ષમાં મંગલ  પ્રવેશ કરી રહ્યા છે. ફોન નં. ૦૭૯-૨૩૨૪૩૧૭૧ રાજભવન ગાંધીનગર

(4:39 pm IST)