Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

ધોલેરામાં પહેલીવાર યોજાયો આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ

(કેતન ખત્રી) અમદાવાદ, તા., ૧૮: ધોલેરા ઇન્‍ડસ્‍ટ્રીયલ સીટી ડેવલપમેન્‍ટ લીમીટેડએ ગુજરાત ટુરીઝમના સહયોગથી પહેલી વખત ઇન્‍ટરનેશનલ ક્રાઇટ ફેસ્‍ટીવલનું આયોજન કર્યુ હતું. આ વિશેષ પ્રસંગ મુખ્‍ય મહેમાન ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ અને આયુષ વિભાગના રાજય મંત્રી ડો.મહેન્‍દ્રભાઇ મુંજપરા, ગુજરાત સરકારના પુર્વ કેબીનેટ મંત્રીશ્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા, ધંધુકાના ધારાસભ્‍ય શ્રી કાળુભાઇ ડાભી અને પુર્વ ધારાસભ્‍ય શ્રી ભરતભાઇ પંડયા પ્રેરક ઉપસ્‍થિતિમાં યોજાયો હતો.

વિશ્વભરના આંતરરાષ્‍ટ્રીય પતંગબાજો  સહભાગી થયા હતા. કેનેડા, યુએસ, રશીયન ફેડરેશન, ન્‍યુઝીલેન્‍ડ, શ્રીલંકા, ઇજીપ્ત, સાઉદી અરેબીયા અને અન્‍ય ઘણા દેશોના ક્રાઇટ ફલાવર્સ આવ્‍યા હતા. ધોલેરા ખાતેના આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવમાં ૧૮ દેશોમાંથી ૪ર પતંગબાજો અને ૪ ભારતીય રાજયોમાંથી ર૬ પતંગબાજો અને ગુજરાતમાંથી રપ પતંગબાજો મળીને કુલ ૯૮ પતંગબાજો સહભાગી થયા હતા.

(5:03 pm IST)