Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

ધરની કેપિટલ સર્વિસીસનો આઇપીઓ આજથી ખૂલ્‍યો

(કેતન ખત્રી) અમદાવાદ તા. ૧૮ :.. ધરની કેપિટલ સર્વિસીસ લિમીટેડ મ્‍યુચ્‍યુઅલ ફંડ વિતરણ, ફિકસ્‍ડ ડીપોઝીટ વિતરણ, રિયલ એસ્‍ટેટ બ્રોકરેજ, ટેકિનકલ કન્‍સલ્‍ટન્‍સી અને આઉટસોસિંગ સેવાઓ જેવી વૈવિધ્‍યપૂર્ણ નાણાકીય સેવાઓ ઓફર કરે છે. કંપની નાણાકીય સલાહ સેવા પર વિશેષ ધ્‍યાન કેન્‍દ્રીત કરીને બીએસઇ એસએમઇ મંચ પર રૂા. ૧૦૭૪.૦૦ લાખ ઉભા કરવા પ૩,૭૦,૦૦૦ માટે તેનો આઇપીઓ લાવી રહી છે. કંપનીના પ્રમોટરો શ્રી હેમંત ધરની ધારકા અને શ્રીમતી પ્રીતિ સરાવગીનો સમાવેશ થાય છે. ઇસ્‍યુ આજે ૧૮ મી જાન્‍યુઆરી, ર૦ર૩ ના રોજ ખૂલશે અને ર૦ મી જાન્‍યુઆરી ર૦ર૩ ના રોજ બંધ થશે. ત્‍યાર પછી તે બીએસઇ એસએમઇ મંચ પર લિસ્‍ટેડ થશે. ઇસ્‍યુની લીડ મેનેજર શ્રુજન આલ્‍ફ્રા કેપિટલ એડવાઇઝર્સ એલએલપી છે.

(5:02 pm IST)