Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

ઇન્‍ફિનિટા બાયોટેકને નેશનલ સ્‍ટાર્ટઅપ એવોર્ડ

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ,તા.૧૮ :  સ્‍ટાર્ટઅપ ઈન્‍ડિયા ઈનિશિએટીવએ ઉદ્યોગસાહસિકોને ટેકો આપવા, મજબૂત સ્‍ટાર્ટઅપ ઈકોસિસ્‍ટમનું નિર્માણ કરવા અને નોકરી શોધનારાઓને બદલે ભારતને રોજગાર સર્જકોના દેશમાં રૂપાંતરિત કરવાના ઉદ્દેશ્‍ય સાથે અનેક કાર્યક્રમો શરૂ કર્યા છે. આ કાર્યક્રમોનું સંચાલન સમર્પિત સ્‍ટાર્ટઅપ ઈન્‍ડિયા ટીમ દ્વારા કરવામાં આવે છે, જે ડિપાર્ટમેન્‍ટ ફોર ઈન્‍ડસ્‍ટ્રીયલ પોલિસી એન્‍ડ પ્રમોશન (DPIIT)ને રિપોર્ટ કરે છે.

 વાણિજ્‍ય અને ઉદ્યોગ રાજ્‍ય મંત્રી  સોમ પ્રકાશની હાજરીમાં વાણિજ્‍ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ મંત્રી પીયૂષ ગોયલ દ્વારા નેશનલ સ્‍ટાર્ટઅપ એવોર્ડ ૨૦૨૨ ના પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી.

 ઇન્‍ફિનિટા બાયોટેક -ાઇવેટ લિમિટેડ, વડોદરા સ્‍થિત મલ્‍ટિડિવિઝનલ બાયોટેક કંપનીએ પર્યાવરણની કેટેગરી, પેટા કેટેગરી ‘‘વેસ્‍ટ ટુ વેલ્‍યુ''માં એવોર્ડ જીત્‍યો છે. કંપનીની સ્‍થાપના ૨૦૧૫ માં કરવામાં આવી હતી અને તે વિવિધ વિશિષ્ટ ઉદ્યોગો માટે એન્‍ઝાઇમ આધારિત ફોર્મ્‍યુલેશનના ઉત્‍પાદન, માર્કેટિંગ અને નિર્માણમાં રોકાયેલ છે. તેઓ ૨૦ થી વધુ ઉદ્યોગ સેગમેન્‍ટ માટે ઇકો-ફ્રેન્‍ડલી એન્‍ઝાઈમેટિક સોલ્‍યુશન્‍સ બનાવે છે. તેના આર એન્‍ડ ડી સેન્‍ટરને ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન વિભાગ દ્વારા માન્‍યતા આપવામાં આવી છે.

(5:03 pm IST)