Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

સુરતમાં રખડતા ઢોર પકડવાની કામગીરીને આક્રમક કરવા ઢોર ડબ્બાનું વિસ્તૃતીકરણ કરાશે

સુરત: ગુજરાતના મુખ્યમંત્રીના દેશમાં સુરત મહાનગરપાલિકાએ રખડતા ઢોર પકડવાની કામગીરી આક્રમક કરી છે. પાલિકા સવાર અને રાત બે પાણીમાં ઢોર પકડી રહી છે આ ઢોરને રાખવા માટે કપા પાસે હાલ એક જ સેન્ટર છે અને નવા બે સેન્ટર માટે ટેન્ડર ઇશ્યૂ કરાયા છે. હવે આગામી દિવસોમાં ભેસ્તાન ખાતેના ઢોર ડબ્બાનું અઢી કરોડના ખર્ચે રીનોવેશન અને વિસ્તૃતિકરણનું આયોજન કરાયું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ કરી છે તેને કારણે હવે રખડતા ઢોરને રાખવા માટે પાલિકા તંત્ર આયોજન કરી રહી છે. સુરત મહાનગરપાલિકા ખાતે હાલ એકમાત્ર ભેસ્તાન રેલ્વે સ્ટેશન નજીક મધ્યસ્થ ઢોર ડબ્બા  છે. એનિમલ બર્થ કંટ્રોલની જગ્યામાં નવા એનિમલ સેન્ટર બનાવવા તથા રીનોવેશનની કામગીરી માટે અઢી કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પાલિકાના બેસ્તાન ખાતેના ઢોર ડબ્બામાં હાલ 350 પશુઓ રાખી શકાય તેવું આયોજન છે. જોકે આ ઢોલ ડબ્બાનું યોગ્ય રીતે મેન્ટેનન્સ થતું ન હોવાથી આ જગ્યાએ ભારે ગંદકી જોવા મળી રહી છે. જેના કારણે પાલિકાએ ટેન્ડર બહાર પાડ્યા હતા અને બીજા પ્રયાસમાં 2.52 કરોડના ખર્ચના ટેન્ડર મંજૂર કર્યા બાદ આગામી દિવસોમાં કામગીરી શરૂ કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકા હાલ  આક્રમક કામગીરી કરી રહી છે જેના કારણે આ જગ્યા પણ ઓછી પડે તેવી શક્યતા છે. આ પહેલા સુરત મહાનગરપાલિકાની કતારગામ જૂની ઝોન ઓફિસ ખાતે ગોટાલાવાડી નો ઢોર ડબ્બો હતો જેને કારણે ભેસ્તાન ઢોર ડબ્બા ઉપર બારણ વધી રહ્યું છે. જેના કારણે રાંદેર અને કતારગામમાં નવા બે ઢોર ડબ્બા બનાવવા માટે પાલિકા આયોજન કરી રહ્યું છે જેના માટે પાલિકા એ ટેન્ડર પણ ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે જેના પર આગામી દિવસોમાં નિર્ણય કરવામાં આવશે.

(4:59 pm IST)