Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

વડોદરામાં એમબીબીએસના નામે બેન્ક મેનેજર સાથે 30 લાખની ઠગાઈ આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: ઓનલાઇન ઠગાઈ કરતી ટોળકી દ્વારા જુદી જુદી તરકીબો અજમાવીને ઠગાઈ કરવામાં આવતી હોવાના કિસ્સાઓ બની રહ્યા છે ત્યારે આ જ પ્રકારના વધુ એક બનાવવામાં વડોદરાના એક બેંક મેનેજર એ એમબીબીએસ માં એડમિશનના નામે 30.70 લાખ રૂપિયા ગુમાવ્યા હોવાનું બનાવ બનતા સાયબર સેલે ગુનો નથી તપાસ હાથ ધરી છે. આ બનાવમાં ઠગ ટોળકીય બોગસ વેબસાઈટ બનાવીને બીજા પણ અનેક લોકોને ફસાવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. વડોદરાની સયાજીગંજ બેન્ક ઓફ બરોડામાં મેનેજર તરીકે ફરજ બજાવતા લલિત કુમાર અદલખા (ફેધસૅ સ્કાયવીલા, સન ફાર્મા રોડ) પોલીસને કહ્યું છે કે ગઈ તા પહેલી નવેમ્બરે મને સરસ્વતી ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ નોઈડાના નામે સોનાલીબેન નો ફોન આવ્યો હતો અને તેમની સંસ્થા એમબીબીએસમાં એડમિશન અપાવી રહી છે તેમ કહી વાત કરી હતી. આ પેટે તેમણે કુલ 68.28 લાખ નું ફી પેકેજ પણ આપ્યું હતું.

(5:00 pm IST)