Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં એનઆરઆઈ પતિની વિકૃત હરકતોથી ત્રસ્ત પત્નીએ પોલીસનો સહારો લીધો

અમદાવાદ: શહેરના પોશ સેટેલાઈટ વિસ્તારમાં દંપતી વચ્ચે પતિની વિકૃત્ત હરકતોને લઈને વિવાદ થયો હતો. ઓસ્ટ્રેલીયામાં એનઆરઆઈ પતિની વિકૃત્તીથી તંગ આવી ગયેલી મહિલાએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં સોમવારે રાત્રે ફરિયાદ કરી છે. પુત્રની વિકૃત્તી અંગે જાણતા સસરાએ પણ મહિલાને મદદ કરી ન હતી. પતિએ ઓસ્ટ્રેલીયામાં સ્પોન્સરશિપ પરત લઈ લેતાં મહિલાને પરત ફરવાનો વારો આવ્યો હતો. સેટેલાઈટના જોધપુર ચાર રસ્તા પાસે ટાવરમાં રહેતી ૩૫ વર્ષીય મહિલાએ પતિ અને સસરા વિરૂદ્ધ આક્ષેપ કરતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જે મુજબ બેંગ્લોરમાં મહિલા અને તેના પતિ વચ્ચે સંપર્ક થયો બાદમાં પતિ ઓસ્ટ્રેલીયા જતો રહ્યો હતો. જો કે, બંને વચ્ચે સોશિયલ મીડિયાથી સંપર્ક ચાલુ હતો. મહિલાના બીજા લગ્ન હોઈ યુવકના માતા-પિતા યુવતીને સ્વીકારવા તૈયાર ન હોવાથી બંનેએ ૨૦૧૯માં કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ દંપતી સેટેલાઈટ જોધપુર ચાર રસ્તા પાસે આવેલા ટાવરમાં રહેતું હતું. સસરા પુત્રવધુને મ્હેણાં મારતા તું મારા છોકરાને લાયક નથી, તુ કદરૂપી છે. પતિ પણ પત્ની સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કરતો તેમજ ધાકધમકી આપતો હતો. બીજા લગ્ન હોવાથી મહિલા લગ્નજીવન ટકાવી રાખવા માંગતી હતી. પરિવાર ઓસ્ટ્રેલીયા ગયો ત્યાં પણ વિકૃત્ત પતિની અકુદરતી સેક્સની માંગણી ચાલુ રહી હતી. પતિની વિકૃત્તીથી તંગ આવી ગયેલી મહિલાએ સાસુ-સસરાને ફરિયાદ કરી હતી. સસરાએ સાથ આપવાની જગ્યાએ તારી સાથે આ જ થાય તેમ કહી પુત્રને જાણ કરી હતી. બનાવને પગલે પતિએ છૂટાછેડાનો કેસ ફાઈલ કરી સ્પોન્સરશિપ પરત ખેંચી લેતાં મહિલાને સરકારની મદદથી ભારત પરત આવવું પડયું હતું. મહિલાએ પતિ સાથે સમાધાનનો પ્રયાસ કર્યો પરંતુ વ્યર્થ ગયો હતો. 

(5:00 pm IST)