Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

સૂરતથી યૂપી-બિહાર જતી ટ્રેન ચાર મહિના પહેલા જ ફુલ :હવે તમામ ટ્રેનમાં લાંબુ વેઇટિંગ: 25 એપ્રિલ પછી કન્ફર્મ સીટ નથી

તાપી-ગંગા, ઉધના, દાનાપુર જેવી ટ્રેનમાં 15 એપ્રિલ પછી 150થી વધુ વેઇટિંગ છે. વિશેષ ટ્રેનની જાહેરાત માર્ચ પછી જ થશે

સુરત :ઉનાળાની રજામાં યૂપી-બિહાર જનારા લોકો મહિના પહેલાથી ટ્રેનની બુકિંગ ખુલવાની રાહ જોઇ રહ્યા છે પરંતુ બુકિંગ શરૂ થઇ તો તમામ રેગ્યુલર ટ્રેન તુરંત ફુલ થઇ ગઇ હતી. હવે તમામ ટ્રેનમાં લાંબુ વેઇટિંગ છે. 25 એપ્રિલ પછી યૂપી-બિહારની ટ્રેનમાં હવે કન્ફર્મ સીટ નથી. સૂરતથી યૂપી-બિહાર જતી ટ્રેન ચાર મહિના પહેલા જ ફુલ થઇ ગઇ છે.

સુરતથી પ્રયાગરાજ, વારાણસી અને છપરા માટે જતી ટ્રેન સામેલ છે. હવે કન્ફોર્મ ટિકિટ માટે મુસાફર વિશેષ ટ્રેનના સહારે છે. તાપી-ગંગા, ઉધના, દાનાપુર જેવી ટ્રેનમાં 15 એપ્રિલ પછી 150થી વધુ વેઇટિંગ છે. વિશેષ ટ્રેનની જાહેરાત માર્ચ પછી જ થશે. તત્કાલ ટિકિટ માટે મુસાફરોએ દલાલોનો શિકાર થવુ પડી શકે છે. આ પહેલા માર્ચમાં હોળી માટે ટ્રેનની સ્થિતિ ખરાબ છે. હોળી માટે ટ્રેન રિગ્રેટ થઇ ગઇ છે. ફેબ્રુઆરીમાં રેલ્વે હોળી ફેસ્ટિવલ પર સ્પેશ્યલ ટ્રેનની જાહેરાત પણ કરી શકે છે.

મહત્વપૂર્ણ છે કે ઉનાળાની રજામાં આવી સમસ્યા દર વર્ષે જોવા મળે છે. છેલ્લા પાંચ વર્ષથી સતત યૂપી-બિહાર માટે નવી ટ્રેનની માંગ કરવામાં આવી રહી છે. સાથે જ ઉધના-દાનાપુરને રેગ્યુલર કરવાની માંગ પણ લાંબા સમયથી કરવામાં આવી રહી છે પરંતુ પિટ લાઇન બનવા અને ઉધનામાં પ્લેટફૉર્મ 4-5 બની ગયા બાદ પણ ઉધના-દાનાપુર ટ્રેન રેગ્યુલર થઇ નથી.

રેલ્વે અધિકારીઓએ જણાવ્યુ કે ભીડને ઓછી કરવા માટે વધારાની ટ્રેન ચલાવવામાં આવશે, સાથે જ એકસ્ટ્રા કોચ પણ જોડવામાં આવશે. ભીડને જોતા મુસાફરો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. આ સિવાય માર્ચ મહિનામાં દર વખતની જેમ સમર હૉલિ ડે સ્પેશ્યલ ટ્રેનની પણ જાહેરાત કરવામાં આવશે, જે ટ્રેનમાં વધુ માંગ હશે તેના અનુસાર કોચની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

 

ઉનાળાની રજામાં યૂપી-બિહાર જનારાઓની ભીડને કારણે સૂરત અને બાયપાસ થઇને જતી કેટલીક સાપ્તાહિક ટ્રેન પણ પેક થઇ ગઇ છે. સૂરત-મુજફ્ફરપુર એક્સપ્રેસની 20 એપ્રિલ પછી 100થી વધુ વેઇટિંગ છે જ્યારે એકતાનગર-વારાણસી મહામના, બાંદ્રા-પટણા સુપરફાસ્ટ એક્સપ્રેસમાં પણ વેઇટિંગ છે. આ સિવાય તાપી ગંગી, ઉધના-દાનાપુર, ઉધના-બનારસ સહિત સૂરતની કેટલીક ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મળતી નથી.

(7:05 pm IST)