Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

ઉતરાયણ પર્વે કરુણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાંથી  9523 પક્ષીઓને સારવાર આપીને નવજીવન અપાયું

રાજ્યમાં 865થી વધારે પક્ષી નિદાન કેન્દ્રો, 750થી વધારે તબીબો તથા 8 હજારથી વધારે સ્વયંસેવકોએ ખડેપગે રહ્યા : 333 જેટલી એન.જી.ઓ.એ વન વિભાગ સાથે મળીને કામગીરી વધુ સરળ બનાવી

અમદાવાદ : સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર અને બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત 10 થી 16 જાન્યુઆરી સુધીમાં રાજ્ય ભરમાંથી કુલ 9523 પક્ષીઓને સારવાર આપી નવજીવન આપવામાં આવ્યું છે.

પ્રવક્તા મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે, કરૂણા અભિયાન-2023 માં સમગ્ર રાજ્યમાં 865થી વધારે પક્ષી નિદાન કેન્દ્રો, 750થી વધારે તબીબો તથા 8 હજારથી વધારે સ્વયંસેવકોએ ખડેપગે કાર્યરત રહીને પક્ષી બચાવવાનું સરાહનીય કાર્ય કર્યું છે. આ ઉપરાંત 333 જેટલી એન.જી.ઓ.એ વન વિભાગ સાથે મળીને આ કામગીરી વધુ સરળ બનાવી છે

(8:35 pm IST)