Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ જગદીશ ઠાકોરની ખુરશી ખતરામાં : હાઇકમાન્ડ નવા પ્રદેશ અધ્યક્ષની કરશે નિયુક્તિ

કોંગ્રેસ સર્જરીના મૂડમાં જાન્યુઆરીના અંત સુધી પાર્ટીના નવા અધ્યક્ષની જાહેરાત કરી શકે

અમદાવાદ :ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ હાઇકમાન જલ્દી નવા પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ કરી શકે છે. વિધાનસભામાં પાર્ટીના વિપક્ષના નેતા અને ઉપનેતાની જાહેરાત બાદ કોંગ્રેસ સર્જરીના મૂડમાં જાન્યુઆરીના અંત સુધી પાર્ટીના નવા અધ્યક્ષની જાહેરાત કરી શકે છે.

કોંગ્રેસે ગુજરાત વિધાનસભામાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને વિપક્ષના નેતા અને શૈલેષ પરમારને ઉપ નેતા બનાવ્યા છે. અમિત ચાવડા ક્ષત્રિય છે પરંતુ તે ઓબીસીમાંથી આવે છે. આ રીતે શૈલેષ પરમાર અનુસૂચિત જાતિમાંથી આવે છે. જાતીય સમીકરણોને ધ્યાનમાં રાખતા કોંગ્રેસ દ્વારા કોઇ પાટીદાર નેતાને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે પરેશ ધાનાણીનું નામ ચર્ચામાં છે.

 

સૂત્રો અનુસાર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માટે જે નામની ચર્ચા છે તેમાં ડૉ. જીતુ પટેલ, અર્જૂન મોઢવાડિયા અને દીપક બાબરિયાનું નામ પણ સામેલ છે. અર્જૂન મોઢવાડિયા પહેલા પ્રદેશ અધ્યક્ષ રહી ચુક્યા છે. ડૉ. જીતુ પટેલ વર્તમાનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના ઉપાધ્યક્ષ છે. તે પહેલા ધારાસભ્ય રહી ચુક્યા છે. કોંગ્રેસે ડિસેમ્બર, 2021માં જગદીશ ઠાકોરને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા હતા પરંતુ જગદીશ ઠાકોરની આગેવાનીમાં પાર્ટીને રાજ્યમાં માત્ર 17 બેઠક જ મળી હતી. ઓબીસી વર્ગમાંથી આવતા જગદીશ ઠાકોરને મોટી અપેક્ષા સાથે પદ સોપવામાં આવ્યુ હતુ પરંતુ ત્રિકોણીય લડાઇમાં જગદીશ ઠાકોર સારી વ્યૂરચના કરી શક્યા નહતા.

જગદીશ ઠાકોર કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ છે તો સાત અન્ય નેતા કાર્યકારી અધ્યક્ષ છે. જેમાં અંબરીશ ડેર, હિમ્મતસિંહ પટેલ, ઇન્દ્રવિજય સિંહ ગોહિલ, જિગ્નેશ મેવાણી, કદિર પીરજાદા, ઋત્વિક મકવાણા અને લલિત કગથરાનું નામ સામેલ છે.

(9:51 pm IST)