Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

કુમસગામ પાસે નજીવી બાબતે લાકડીઓ વડે હુમલો  કરી મારી નાંખવાની ધમકી આપતા ત્રણ સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કુમસગામથી અકુવાડા જવાના માર્ગ ઉપર એક યુવાનને લાકડીઓ વડે માર મારી ઇજા કરતા સારવાર માટે રાજપીપળા સિવિલમાં દાખલ કરાયો છે

  મળતી માહિતી મુજબ અમિતભાઈ ઉર્ફે ઝીંગો શંકરભાઇ વસાવા( રહે.તવડી ઉપલુફળીયુ તા.ઝગડીયા જી.ભરૂચ) તથા રાહુલભાઈનાઓ કુમસગામથી વાળ કપાવીને મો.સા.ઉપર પોતાની સાસરી અકુવાડા ગામે જતા હતા તે વખતે અકુવાડા ગામ તરફ જવાના ચાર રસ્તા પાસે (૧) પ્રફુલભાઈ ડાહયાભાઈ વસાવા (ર) નિલેષભાઈ નરેશ ભાઈ વસાવા (૩) સાહીલભાઈ બીપીનભાઈ વસાવા (ત્રણેય રહે ભીલવાડા (પ્રતાપનગર)તા.નાંદોદ જી.નર્મદા
) નાઓ મો.સા લઇને ઉભા હોઇ જેથી અમિતે મો.સા ધીમી પાડતા પ્રફુલે આ તવડીવાળો ઝીંગો છે તેમ કહી ફેટ પકડી બીજા બે એ મો.સા ઉપરથી નીચે પાડી ત્રણેયએ ગડદાપાટુનો માર મારી મો.સા માથી લાકડી કાઢી અમિત ના બંને પગમાં ફટકા મારી ફેકચર કરી તથી કમર,માથામાં, બરડામાં તથા હાથ ઉપર લાકડી વડે માર મારી ઇજા કરી ત્રણેયએ જાનથી મારી નાંખવાની ધમકી આપતા આમલેથા પોલીસે ગુનો દાખલ કર્યો છે

(10:18 pm IST)