Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

નર્મદા જિલ્લાના અલવા અને પાટલામહુ ગામેથી  બે સગીર વયની દીકરીઓનું અપહરણ થતાં ચકચાર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં અપહરણની ઘટના વધતી જોવા મળી છે ત્યારે હાલમાં જિલ્લામાં બે સગીરાઓનુ અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે જોકે આવી ઘટનાઓમાં લગભગ પ્રેમપ્રકરણ હોવાનું પણ જણાઈ છે ત્યારે આ મોબાઇલ નાં યુગમાં યુવાનો નાની વયની દીકરીઓને લગ્નની લાલચ આપી ભગાડી જતાં હોય છે જેમાં પરિવારજનો ચિંતાતુર બનતા જોવા મળે છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના અલવા ગામની સગીરવયની દીકરીને અક્ષયભાઈ તડવી( રહે. માકણી તા.સંખેડા જી.છોટાઉદેપુર )નામનો યુવાન વાલીપણામાંથી લલચાવી-ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી અપહરણ કરી લઇ જતા પોલીસને જાણ કરાઇ છે
જ્યારે બીજી ઘટના સાગબારા તાલુકાના પાટલામહુ ગામમાં બની છે જેમાં સગીર વયની દિકરી નું કોઈક કારણોસર કોઈક અજાણ્યો શખ્સ અપહરણ કરી લઈ ગયો હોય બંને ઘટનામાં તિલકવાડા અને સાગબારા પોલીસે અપહરણ કરનાર ને પકડવા અને સગીરાઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે..

   
 
(10:18 pm IST)